GSTV
Ayodhya Verdicts India News

સુપ્રીમે વિવાદાસ્પદ જમીન કરતાં બમણી જમીન મુસ્લિમોને આપી

સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેંચે આપેલા ચુકાદામાં કહ્યું છે કે અયોધ્યાની વિવાદિત જમીન મંદિર માટે રામલલા પક્ષકારોને મળશે જ્યારે સુન્ની વકફ બોર્ડને પણ પાંચ એકર જમીન અન્ય સ્થળે સરકાર ફાળવે. જોકે સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો અલ્લાહાબાદ હાઇકોર્ટના ચુકાદાથી ઘણો જ અલગ અને વિવાદનો અંત લાવે તેવો પણ માનવામાં આવે છે. 

અલાહબાદ કોર્ટે શું કહ્યું હતું ?

2010માં અલ્લાહાબાદ હાઇકોર્ટે નિર્મોહી અખાડા, સુન્ની વકફ બોર્ડ અને રામલલા એમ ત્રણ ભાગમાં વિવાદિત સ્થળને વહેચી લેવા કહ્યું હતું. જેનો આ ત્રણેય પક્ષકારોએ અસ્વીકાર કર્યો અને સુપ્રીમ કોર્ટમાં ચુકાદા સામે અપીલ કરી હતી. બાદમાં નવ વર્ષ સુધી સુપ્રીમમાં કેસ પેન્ડિંગ રહ્યો, આ વર્ષે છ ઓગસ્ટે દરરોજ આ કેસની સુપ્રીમમાં સુનાવણી શરૂ થઇ જે 40 દિવસ સુધી ચાલી હતી, જેનો અંતે ચુકાદો આવ્યો છે. જોકે આ ચુકાદો હાઇકોર્ટના ચુકાદાથી તદ્દન અલગ છે. હાઇકોર્ટે એએસઆઇના રિપોર્ટને વધુ ધ્યાન પર નહોતો લીધો જ્યારે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો મૂળ આધાર જ એએસઆઇનો રિપોર્ટ માનવામાં આવે છે. 

ત્રણેને સરખા ભાગ

અલ્લાહાબાદ હાઇકોર્ટે ત્રણેયને સરખા ભાગે જમીન આપી હતી જ્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે રામલલા પક્ષકાર માલિકી હક પુુરવાર કરવામા સફળ રહ્યું છે જ્યારે સુન્ની વકફ બોર્ડ અને અન્ય પક્ષકારો નિષ્ફળ રહ્યા છે માટે આ સંપૂર્ણ જમીન રામલલા પક્ષકારોને સોપવામાં આવે. જ્યારે સાથે જ મુસ્લિમોને પણ અલગથી પાંચ એકર જમીન આપી હતી. તેથી એક રીતે બન્ને પક્ષકારોને મંદિર અને મસ્જિદ માટે જમીન આપી દીધી છે. માત્ર નિર્મોહી અખાડાને આ ચુકાદામાંથી બાકાત રાખ્યો છે જ્યારે અલ્લાહાબાદ હાઇકોર્ટે અખાડાને પણ એક ભાગ આપ્યો હતો. 

નિર્ણયનું સન્માન, અમે રામ મંદિર બનાવવાની તરફેણમાં : કોંગ્રેસ

શનિવારે અયોધ્યા કેસનો ચુકાદો આવ્યો બાદ કોંગ્રેસે જણાવ્યું હતું કે, તેઓ અયોધ્યા વિવાદમાં સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણયનું સન્માન કરે છે, તથા રામ મંદિર નિર્માણની તરફેણમાં છે. કોંગ્રેસ વકિગ કમિટીની ખાસ બેઠકમાં સુપ્રીમ કોર્ટના આ નિર્ણય અંગે ચર્ચા કર્યા બાદ કોંગ્રસે આ વાત જણાવી છે. કોંગ્રસ વર્કિંગ કમિટિની આ બેઠક સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં મળી હતી.

શાંતિનું વાતાવરણ બનાવી રાખવામાં આવે

કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બાદ તેમણે નિવેદનમાં જણાવ્યું હતું કે  અમે બધા જ પક્ષો અને બધા સમુદાયના લોકેનો અપીલ કરીએ છીએ કે, ભારતના બંધારણમાં સ્થાપિત સર્વધર્મ સમભાવ અને ભાઇચારાના મુલ્યોને માન આપી શાંતિનું વાતાવરણ બનાવી રાખે. બધા જ ભારતીયોની જવાબદારી છે કે સદીઓ જુની દેશની પરસ્પર સન્માન અને એકતાની સંસકૃતિને જીવિત રાખીએ. 

રણદીપ સુરજેવાલાએ શું કહ્યું ?

આ સિવાય કોંગ્રસ પ્રવક્તા સુજરેવાલે તેમ પણ જણાવ્યું હતું કે રામ મંદિરનો યશ કે અપયશ કોઇ એક વ્યક્તિને, સમુદાય કે કોઇ પાર્ટીને આપી શકાય નહીં.  વધુમાં તેમણે કહ્યું કે રામના નામનો ઉપયોગ ભાગલા પાડવા માટે ના કરી શકાય, જે કોઇ આવું કરે તેણે રામની પરંપરા સમજી નથી. રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય આપી દીધો છે. આ સમય તેનું સન્માન કરવાનો અને દેશમાં ભાઇચારો અને એકતા જાળવવાનો છે.

READ ALSO

Related posts

શ્રીનગર / સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ સૈન્ય- આંતકીઓ વચ્ચે અથડામણ, 1 પોલીસ જવાન ઘાયલ

Hardik Hingu

રાજસ્થાન / દલિત-માનવ અધિકાર સંગઠનોએ સીએમને પત્ર લખીને કરી આ માંગણી

Hardik Hingu

જ્હોન્સન એન્ડ જ્હોન્સન કંપની સમગ્ર દુનિયામાં તેની આ પ્રોડક્ટ્નું વેચાણ કરશે બંધ

GSTV Web Desk
GSTV