GSTV
Home » News » રાજ્યસભાની ચૂંટણી મામલે સુપ્રીમનો મહત્વનો ચૂકાદો , ગુજરાતના ધારાસભ્યે કરી હતી અરજી

રાજ્યસભાની ચૂંટણી મામલે સુપ્રીમનો મહત્વનો ચૂકાદો , ગુજરાતના ધારાસભ્યે કરી હતી અરજી

સુપ્રીમ કોર્ટે રાજ્યસભા ચૂંટણીમાં નોટા વિકલ્પની મંજૂરી આપવાનો ઇન્કાર કરી દીધો છે.. ચીફ જસ્ટીસ દીપક મિશ્રાની આગેવાની ખંડપીઠે રાજ્યસભા ચૂંટણીના મતપત્રોમાં નોટાનો વિકલ્પ આપનારા ચૂંટણી પંચના નોટિફિકેશનને રદ્દ કર્યું છે.. સુપ્રીમે સવાલ ઉઠાવ્યો કે નોટા સીધી ચૂંટણીમાં સામાન્ય મતદારોના ઉપયોગ માટે બનાવાયો છે..આ નિર્ણય ગુજરાત કોંગ્રેસના નેતા શૈલેષ પરમારની અરજી પર આવ્યો છે. સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપતા રાજ્યસભા ચૂંટણીમાં નોટાનો ઉપયોગ રદ્દ કર્યો છે.. ગુજરાત કોંગ્રેસના ચીફ વ્હિપ શૈલેષ  પરમારની અરજી પર સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો છે.. ખાસ વાત એ છે કે કોંગ્રેસની સાથે એનડીએ દ્વારા પણ રાજ્યસભા ચૂંટણીમાં નોટાનો વિરોધ કર્યો હતો..

30 જુલાઇ, 2018ના રોજ સુપ્રીમ કોર્ટે ગુજરાત કોંગ્રેસની અરજી પર સુનાવણી પૂર્ણ કરી હતી  અને રાજ્યસભાના નોટાના ઉપયોગ જાળવી રાખવો કે રદ્દ કરવો તેના અંગે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ અરજી પરની સુનાવણી દરમિયાન કોંગ્રેસની સાથે એનડીએ દ્વારા પણ રાજ્યસભામાં નોટાનો વિરોધ કરવામાં આવ્યો. જ્યારે કે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં રાજ્યસભા ચૂંટણીમાં નોટાના ઉપયોગ પર જણાવ્યું હતુ કે તેણે આ પગલુ ચૂંટણી પંચે સંજ્ઞાન લઇને નથી લીધુ પરંતુ  સુપ્રીમ કોર્ટના આદેશ હેઠળ જ ભરવામાં આવ્યું હતુ..  ચૂંટણી પંચે આ મામલે સુપ્રીમ કોર્ટના 2013ના ચુકાદાનું પાલન કરતા રાજ્યસભામાં નોટાના ઉપયોગ શરૂ કર્યો હતો.. જો ચૂંટણી પંચે રાજ્યસભા ચૂંટણીમાં નોટાના ઉપયોગની શરૂઆત ન કરી હોત તો તે કોર્ટના આદેશની અવગણના અને કોર્ટનું અપમાનો કેસ બની જાત..

રાજ્યસભા ચૂંટણી પહેલાંથી જ ગુંચવણ ભરેલી

2013ના આદેશમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતુ કે જે રીતે દરેક મતદાતાને મત નાંખવાનો અધિકાર છે તે પ્રકારે કોઇને પણ મત ન આપવાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટના આદેશનો આદેશ તમામ પ્રકારની ચૂંટણીઓ માટે હતો.. અને તે પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ બંને પ્રકારની ચૂંટણી પર લાગુ થતો હતો.. વકીલ અમિત શર્માએ ચૂંટણી પંચ તરફથી કોર્ટમાં દાખલ કરેલા જવાબમાં જણાવ્યું હતુ કે સુપ્રીમ કોર્ટનો આદેશ જનપ્રિતિનિધિ અધિનિયમ અંતર્ગત રાજ્યોની કાઉન્સિલની ચૂંટણી પર પણ લાગુ થશે.. આ દરમિયાન સીજેઆઇ દીપક મિશ્રાએ સુનાવણી દરમિયાન જણાવ્યું હતુ કે રાજ્યસભા ચૂંટણી પહેલાંથી જ ગુંચવણ ભરેલી છે.. ચૂંટણી પંચ શા માટે તેને વધુ જટીલ બનાવી રહ્યું છે.. કાયદો કોઇ પણ ધારાસભ્યને નોટાના ઉપયોગની મંજૂરી આપતો નથી.. પરંતુ આ નોટિફિકેશન દ્વારા ચૂંટણી પંચે ધારાસભ્યને વોટ ન નાંખવાનો અધિકાર આપે છે.. મત તેનું બંધારણીય દાયિત્વ છે તો તે નોટાના માર્ગનો ઉપયોગ ન કરી શકે.. અમને તે વાત પર આશંકા છે કે નોટા દ્વારા કોઇ ધારાસભ્યને ઉમેદવાર મત આપતા રોકી શકાય છે..

નોટાનો ઉપયોગ રાજ્યસભા ચૂંટણીમાં 2014થી લાગુ

આ પહેલા ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા જવાબમાં કહ્યું હતુ કે રાજ્યસભા ચૂંટણીમાં નોટા, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ છે. તે પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ બંને જ ચૂંટણી પર લાગુ થાય છે. ચૂંટણી પંચે પોતાના સોંગદનામામાં જણાવ્યું હતુ કે નોટાની વિરૂદ્ધ ગુજરાત કોંગ્રેસ અરજી કોર્ટની કાર્યવાહીનો દુરપયોગ છે. નોટાનો ઉપયોગ રાજ્યસભા ચૂંટણીમાં 2014થી લાગુ છે જ્યારે કે કોંગ્રેસે 2017માં આ નિર્ણયને પડકાર્યો છે. 2014થી અત્યાર સુધીમાં ગુજરાત સહિત 25 રાજ્યસભા ચૂંટણી નોટાના ઉપયોગ સાથે યોજાઇ ચુકી છે. ગત વર્ષે ત્રણ ઓગષ્ટે સુપ્રીમ કોર્ટે કોંગ્રેસની અરજી પર નોટાના ઉપયોગ પર રોક લગાવવાનો ઇન્કાર કરી દીધો હતો.. જો કે સુપ્રીમ કોર્ટે કહ્યું હતુ કે આ અરજી પર સુનાવણી ચાલુ રહેશે કે રાજ્યસભા ચૂંટણીમાં નોટાનો ઉપયોગ થઇ શકે કે નહીં.. કોર્ટે ગુજરાત રાજ્યસભા ચૂંટણીમાં નોટાના ઉપયોગની વિરૂદ્ધ ગુજરાત કોંગ્રેસની અરજી પર ચૂંટણી પંચને નોટિસ મોકલીને તેનો જવાબ માગ્યો હતો..

  • ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટના વર્ષ 2013ના અાદેશ અનુસાર અા નિયમને રાજ્યસભામાં લાગુ કર્યો હતો.
  • મતદાતાને વોટ અાપવાનો અધિકાર છે તેમ તેને કોઇને પણ વોટ ન અાપવાનો પણ અધિકાર છે.
  • વિધાનસભાના ધારાસભ્યોને રાજ્યસભાની ચૂંટણીમાં મત અાપવો અે અધિકાર છે. નોટા મારફતે તેને રોકી રોકવાનો પ્રયત્ન કરાય છે.
  • ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી સમયે સ્પેશ્યલ અા વિકલ્પ ઉમેરાયો હતો.
  • નોટાનો ઉપયોગ માત્ર સીધી ચૂંટણી માટે, સુપ્રીમનો અાદેશ

Related posts

મુંબઈમાં આજે ભારે વરસાદની આગાહી, જાહેર કર્યુ ‘રેડ એલર્ટ’… શાળા-કોલેજો બંધ

Arohi

સીએમ રૂપાણીની કારના 2 મેમો અને અમદાવાદના મેયરની ગાડીના 4 મેમો ફાટ્યા

Mayur

કરતારપુર કોરિડોરની જાસુસી કરનારા શખ્સની ધરપકડ, પાકિસ્તાનને તસવીરો મોકલવાના મળ્યા 10 લાખ રૂપિયા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!