GSTV

અગત્યનું / સુપ્રીમ કોર્ટે માંગ્યો કિસાન સંગઠન પાસે જવાબ, શું વિરોધ પ્રદર્શન કરવા માટે રસ્તાઓ બંધ કરવા છે યોગ્ય…?

Last Updated on October 21, 2021 by GSTV Web Desk

દિલ્લીના રસ્તાઓ પર કિસાનો દ્વારા કરવામાં આવેલા પ્રદર્શન બાબતે સુપ્રીમ કોર્ટે હાલ નારાજગી દર્શાવી છે. દિલ્લીની બોર્ડર પરથી કિસાનોને દૂર કરવા માટે કરવામા આવેલી એક અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું હતું કે, કૃષિ કાનૂનને લઈને જુદા-જુદા મત હોય શકે છે પરંતુ, પ્રશ્ન એ છે કે, શું આ બાબતને લઈને રસ્તો બંધ કરવાનો કોઈને અધિકાર છે? સુપ્રીમ કોર્ટે કિસાનોના સંગઠનોને રસ્તા પરથી હટાવ માટે અને આ પ્રશ્નનો જવાબ આપવા માટે 7 ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે.

સુપ્રીમ

રસ્તો બંધ કરવાનો અધિકાર કોઈને નથી – સુપ્રીમ કોર્ટ

કોર્ટની સુનાવણી દરમિયાન જસ્ટિસ એસ કે કૌલે જણાવ્યું કે, રસ્તાઓ હમેંશા સાફ અને ખુલ્લા રહેવા જોઈએ. અમે વારંવાર આ અંગે કાયદાઓ ના ઘડી શકીએ. કોઈપણ વ્યક્તિને આંદોલન કરવાનો સ્વતંત્ર અધિકાર છે પરંતુ, કોઈને પણ આંદોલન કરી રસ્તાઓ બંધ કરવાનો અધિકાર નથી. આ અંગે હવે કોઈ સમાધાન અવશ્યપણે લાવવું પડશે. તેમણે જણાવ્યુ કે, જ્યારે મામલો સુનવણી હેઠળ હોય ત્યારે પણ તેમને વિરોધ કરવાનો અધિકાર છે પરંતુ, વિરોધ પ્રદર્શન માટે કોઈ રસ્તા બંધ કરી શકે નહિ. રસ્તા લોકોની અવર-જવર માટે છે. જો તમે આંદોલનના નામ પાર રસ્તા બંધ કરો છો તો તે એક ગંભીર સમસ્યા છે. કેન્સર સરકાર તરફથી રજૂઆત કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ જણાવ્યું કે, 26 જાન્યુઆરીનો મુદ્દો ખુબ જ ગંભીર હતો.

કિસાનોએ પોતાની દલીલમા જણાવી આ વાતો :

સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે, અમે 43 જેટલા કિસાન સંગઠનોને નોટિસ આપી છે પરંતુ, તેમાંથી ફક્ત બે જ સંગઠનના જવાબ અમને મળ્યા છે. કિસાન સંગઠન તરફથી લડી રહેલા વકીલ દુષ્યંત દવેએ સુપ્રીમ કોર્ટને જવાબ આપતા જણાવ્યું કે, રસ્તાઓ પોલીસ દ્વારા બંધ કરવામા આવ્યા હતા, કિસાનોએ નથી કર્યા. બીજેપીને રામલીલા મેદાનમા રેલી કરવા માટે મંજૂરી આપી, અમને પણ આપો. આ બાબતને ટાંકીને સોલિસિટર જનરલે જણાવ્યું કે, આ ઘટનામા અનેક પ્રકારના ગંભીર મુદાઓ છુપાયેલા છે. દવેએ જણાવ્યું કે, કિસાનોને બદનામ કરવા માટે આ એક વિચારેલુ ષડયંત્ર છે. લાલા કિલ્લાની ઘટનામા પણ બધા જ આરોપીઓને જમાનત મળી ગઈ હતી.

સુપ્રીમ

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે, આ પ્રદર્શનની પાછળ અમુક છુપાયેલા ઉદેશ્ય પણ છે. આ વાત પર કિસાન સંગઠનના વકીલ દુષ્યંત દવેએ જણાવ્યું કે, આ કાયદો અમલમા લાવતા પહેલા કિસાનો સાથે ચર્ચા નહોતી થઇ આને હવે તેમના પાર આક્ષેપોની વરસાદ કરવામા આવી રહી છે. તેમને જણાવ્યું કે, તેમને રામલીલા મેદાનમા પ્રદર્શન માટેની મંજૂરી આપો એટલે રસ્તાઓ આપમેળે જ ખાલી થઇ જશે. સોલિસિટર જનરલે કહ્યું કે, અમુક લોકોના તો સ્થાયી ઘર રામલીલા મેદાનમા બનાવી દેવાની જરૂર છે. દિલ્લીની સરહદ પરથી કિસાણોને હટાવવા માટે કરાયેલી અરજીની બીજી સુનાવણી 7 ડિસેમ્બરના રોજ થશે.

Read Also

Related posts

વધુ એક સંકટ / હવે ઓમિક્રોનમાંથી ઉદ્ભવ્યો વધુ એક નવો વેરિઅન્ટ, સ્વાસ્થ્ય એજન્સીએ આપ્યા તપાસના તપાસ

GSTV Web Desk

ભાઈ…ભાઈ…/ પત્નીથી કંટાળી ગયેલા લોકો માટે આશ્રમ ખુલ્યો, અહીં એવા લોકોને જ આવવાની છૂટ છે જેને બીજા લગ્નનો વિચાર પણ ન આવે

Pravin Makwana

QR Code Scanning: ક્યૂઆર કોડના સ્કેનીંગથી ઓળખી શકાશે કે દવા અસલી છે કે નકલી, ખૂબ જ સરળતાથી જાણી શકશો આ વાત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!