GSTV

હત્યા, ગુનાહિત કાવતરાના આરોપી હાઇકોર્ટે આપેલા જામીન સુપ્રીમે રદ કર્યા: દેશની કોર્ટોને આપી આ સલાહ

સુપ્રીમે

Last Updated on September 13, 2021 by Bansari

સુપ્રીમ કોર્ટે દેશની કોર્ટોને કહ્યું છે કે કોઇ પણ આરોપી કે અપરાધીને જામીન આપવામાં આવે તે પહેલા તેનું બેકગ્રાઉન્ડ જરૂર ચેક કરી લેવું જોઇએ. કોર્ટોએ એ પણ તપાસ કરવી જોઇએ કે જામીન આપવાથી તેની કોઇ ખરાબ અસર તો નહીં થાય ને. સુપ્રીમ કોર્ટે દેશની દરેક કોર્ટોને કહ્યંુ છે કે જ્યારે તમે કોઇ અપરાધી કે આરોપીના જામીન મંજૂર કરો ત્યારે તેનું અગાઉનું જીવન કેવુ વિત્યું તેની ચકાસણી કરવી.

બેકગ્રાઉન્ડ તપાસી નિર્ણય લો

જામીન પર છોડયા બાદ આ અપરાધી કોઇ ગંભીર અપરાધને અંજામ તો નહીં આપેને તે પણ ખાતરી કરી લેવી પછી જ જામીન આપવા અંગેનો નિર્ણય લેવો જોઇએ. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ અને એમ આર શાહની બેંચે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે હત્યા અને અન્ય આપરાધીક કાવતરા ઘડનારા એક આરોપીને જામીન આપ્યા તેને રદ કરી દીધા હતા.

court

તે સમયે જ સુપ્રીમ કોર્ટે આ અવલોકન કર્યું હતું. હાઇકોર્ટે આરોપીના જામીન મંજૂર કર્યા તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યા હતા. આ આરોપીની વિરૂદ્ધ આઇપીસીની કાયદા મુજબ હત્યાની કલમ 302, ગુનાહિત કાવતરૂં 120-બી, 34, 201 (પુરાવા મિટાવવા) ઉપરાંત હથિયાર કાયદા 1959ની કલમ 25 લગાવવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, એન્ટરટેઈનમેન્ટ તેમજ સ્પોર્ટસ, ઓટો, લાઈફ અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે ડાઉનલોડ કરો અમારી Android Application…

Read Also

Related posts

VIDEO/ નદીના ધસમસતા પ્રવાહમાં મહિલા પડી ગઈ, જીવવા માટે તરફડીયા મારતી જોઈ એક યુવાને જીવ સટોસટની બાજી લગાવી દીધી

Pravin Makwana

ટામેટાની વધતી કિંમતમાંથી ક્યારે મળશે રાહત? કેન્દ્ર સરકારે આપી તમામ જાણકારી

Damini Patel

શરમજનક/ ઉચ્ચ જાતિના ઘરના આંગણેથી દલિતનો વરઘોડો નિકળ્યો તો પથ્થરમારો કર્યો, કેટલાયને થઈ ઈજા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!