GSTV
Home » News » નેશનલ હેરાલ્ડ કેસ મામલે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને આપ્યો આ મોટો ઝટકો

નેશનલ હેરાલ્ડ કેસ મામલે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને આપ્યો આ મોટો ઝટકો

નેશનલ હેરાલ્ડ કેસ સાથે સંકળાયેલા એક મામલામાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી ઝાટકો મળ્યો છે. 2011-12ના ઈન્કમટેક્સ નિર્ધારણના મામલાને ફરીથી ખોલવાની સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી છે. આ પહેલા યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી, કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટીના નેતા ઓસ્કાર ફર્નાન્ડિઝે દિલ્હી હાઈકોર્ટના આના સંદર્ભે આપવામાં આવેલા એક આદેશને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. દિલ્હી હાઈકોર્ટે નેશનલ હેરાલ્ડ કેસ સંબંધિત 2011-12ના તેમના ઈન્કમટેક્સના આકલનને ફરીથી ખોલવાનો નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ એ. કે. સિકરી અને જસ્ટિસ અબ્દુલ નજીરની ખંડપીઠ દ્વારા આના સંદર્ભે સુનાવણી થઈ હતી.

ગત સુનાવણી દરમિયાન 13મી નવેમ્બરે જસ્ટિસ સિકરીએ કહ્યુ હતુ કે બે વિકલ્પ છે- પહેલો નોટિસ જાહેર કરીને આકલન અધિકારીને ફરીથી મામલો ખોલવાની મંજૂરી આપવામાં આવે અથવા બીજો વિકલ્પ બેથી ત્રણ સપ્તાહ બાદ મામલા પર સુનાવણી કરવામાં આવે અને તેના પર નિર્ણય થાય. અદાલતે ઔપચારીકપણે ઈન્કમટેક્સ અધિકારીઓને નોટિસ જાહેર કરી નથી. કારણ કે સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યુ હતુ કે તેઓ અદાલતમાં હાજર છે. ગત સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને જાહેર કરવામાં આવેલી ઈન્કમટેક્સની નોટિસ પર રોક લગાવવાનો ઈન્કાર કર્યો હતો. પરંતુ તેમની અરજી પર સુનાવણીની મંજૂરી આપી હતી.

સોનિયા ગાંધી તરફથી વરિષ્ઠ એડવોકેટ પી. ચિદમ્બરમે ક્હ્યુ હતુ કે દિલ્હી હાઈકોર્ટ તરફથી ફરીથી આકલના આદેશને પ્રભાવી બનાવવા જોઈએ નહીં. આ દલીલ પર જસ્ટિસ સિકરીએ કહ્યુ હતુ કે હવે આવું થશે નહીં. સોલિસિટર જનરલે કહ્યુ હતુ કે આમા એક જ મુશ્કેલી છે. આ જૂની વાત હોઈ શકે છે. જસ્ટિસ સિકરીએ કહ્યુ છે કે આ મામલામાં સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવે છે અને જૂના મામલાનો ખ્યાલ રાખવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે દશમી સપ્ટેમ્બરે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને હાઈકોર્ટમાંથી કોઈ રાહત મળી ન હતી.

2011-12ના ટેક્સ આકલનના એક મામલાને ફરીથી ખોલવાની બાબતને પડકારનારી અરજીને નામંજૂર કરવામાં આવી હતી. હાઈકોર્ટ તરફથી કોઈપણ પ્રકારની રાહતનો ઈન્કાર કરીને ઈન્કમટેક્સ વિભાગેને કોંગ્રેસના નેતાઓના આકલન વર્ષ 2011-12ના રેકોર્ડની તપાસનો માર્ગ પ્રશસ્ત કર્યો હતો. કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ ઈન્કમટેક્સ તપાસનો મુદ્દો ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા નેશનલ હેરાલ્ડ કેસ સંદર્ભે નીચલી અદાલતમાં દાખલ કરવામાં આવેલી વ્યક્તિગત રાહે કરાયેલી ફોજદારી ફરિયાદની તપાસમાંથી ઉઠયો હતો. આ મામલામાં કોંગ્રેસના અરજદાર ત્રણેય નેતાઓ જામીન પર છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નીચલી અદાલતે 19 ડિસેમ્બર-2015ના રોજ જામીન આપી હતી.

READ ALSO 

Related posts

ટેસ્ટમાં 10મી વાર 0 પર આઉટ થયો કોહલી, ભારતીય ધરતી પર ત્રીજી વાર થયું આવું

Bansari

ફડણવીસની સરકાર પાડી દેવાની ભવિષ્યવાણી સામે શરદ પવારનો આત્મવિશ્વાસ, ‘અમારી સરકાર 5 વર્ષ ચાલશે’

Nilesh Jethva

શિસ્તબદ્ધ રહેતો ગંભીર ભાજપમાં આવતા અશિસ્ત થયો, મીટીંગમાંથી છટકી ખાતો હતો જલેબી

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!