પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જીના નજીકના આઈપીએસ રાજીવ કુમારને સુપ્રીમ કોર્ટે મોટો ઝાટકો આપ્યો. જેમાં કોર્ટે રાજીવ કુમારની ધરપકડ પર લગાવવામાં આવેલી રોકને હટાવી અને સીબીઆઈને રાજીવ કુમારની પુછપરછ માટે મંજૂરી આપી છે. ત્યારે કોર્ટના આદેશ બાદ સીબીઆઈ કોઈપણ સમયે રાજીવ કુમારની પૂછપરછ કરી શકશે.
જો આવનારા સાત દિવસમાં રાજીવ કુમારને આગોતરા જામીન નહીં મળે તો સીબીઆઈ તેમની કોઈપણ સમયે ધરપકડ કરી શકે છે. સીબીઆઈ શારદા ચીટ ફંડ કૌભાંડ મામલે પુરાવા છુપાવાની કોશિશ અંગે રાજીવ કુમારની ધરપકડ કરી પૂછપરછ કરવા માગે છે. કોર્ટે આ મામલે પહેલા જણાવ્યુ હતુ કે, ચીટ ફંડ મામલે રાજીવ કુમારની સીબીઆઈ પૂછપરછ કરી શકે છે.
સીબીઆઈએ રાજીવ કુમાર સહિત અન્ય ચાર અધિકારીઓને પણ પૂછપરછ માટે નોટિસ મોકલી હતી. કોર્ટે રાજીવ કુમાર અંગે બીજી મેના રોજ સીબીઆઈની અરજી બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. જે બાદ કોર્ટે રાજીવ કુમારની ધરપકડ પર રોક લગાવી હતી. કોલકત્તામાં વિદ્યાસાગરની મૂર્તિ મામલે ઘમાસાણ કોલકત્તામાં વિદ્યાસાગરની મૂર્તિ મામલે ઘમાસાણ સર્જાયુ છે. મૂર્તિ વિવાદ મામલે તપાસ કરાવવા મમતા સરકારે જેની રચના કરી છે. મમતા સરકારનો આરોપ છે કે, ભાજપના કાર્યકરોએ ૧૯મી સદીના સમાજ સુધારક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિને તોડી છે. ત્યારે આ મામલે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ટીએમસીની પોલીસ પુરાવાનો નાશ કરવા કામે લાગી છે.
READ ALSO
- તમારા સ્માર્ટફોનની બેટરી લાંબો સમય ચાલે તે માટે અપનાવો આ સરળ ટિપ્સ
- ઉડાન સમયે પાયલટે હાથ ઊંચા કર્યા તો, એક પેસેન્જર આવ્યો મદદે, કરાવ્યું સુરક્ષિત લેન્ડિગ
- LRDમાં 20 ટકા વેઈટિંગ લિસ્ટ બનાવી ખાલી જગ્યાઓ ભરાશે, 8,135 નિમણૂંક ઉમેદવારોને પત્ર અપાયા
- કામ કરતાં બેભાન થઇ ગઇ, બીજા દિવસે ઉઠી તો…ડિપ્રેશન પર દીપિકાનો ચોંકાવનારો ખુલાસો
- 31 ડિસેમ્બર સુધીમાં કરી લો આ કામ, નહી તો ફ્રીઝ થઈ જશે તમારું Bank Account નહી ઉપાડી શકો પૈસા