GSTV
Home » News » 6 મહિનામાં 24,000 બાળકીઓ સાથે યૌન શોષણની ઘટના, સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી ચિંતા

6 મહિનામાં 24,000 બાળકીઓ સાથે યૌન શોષણની ઘટના, સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી ચિંતા

સુપ્રીમ કોર્ટે ચાઈલ્ડ રેપ મામલે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેન્ચે શુક્રવારે આ મામલે દાખલ થયેલી અરજીને પીઆઈએલના ફેરવી સીનિયર એડવોકેટ વી. ગિરીને કોર્ટના સલાહકાર બનાવ્યા છે અને તેમનો પક્ષ રાખવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજી પર સુનાવણી દરમ્યાન વિગતો સામે આવી કે 6 મહિનામાં 24 હજાર બાળકીઓ સાથે યૌન શોષણની ઘટના બની છે.

કોર્ટે કહ્યુ કે તે આ મામલાની ગંભીરતાને લઈને તેની તપાસ કરશે. તેમજ આવા કેસોની ઝડપથી સુનાવણી માટે ફાસ્ટ ટ્રેકના ગઠન પર પણ વિચાર કરશે. કોર્ટે સલાહકારોને પોતાનો પક્ષ સોમવાર સુધી રાખવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાયેલી રિપોર્ટ પ્રમાણે એક જાન્યુઆરીથી લઈને 30 જૂન સુધી સમગ્ર દેશમાં બાળકીઓ સાથે દૂષ્કર્મના 24,212 કેસો નોંધાયા છે. જેમાંથી 11,981 કેસોમાં તપાસ ચાલી રહી છે અને 12,231 મામલાઓમાં ચાર્જશીટ દાખલ થઈ છે.

READ ALSO

Related posts

ત્રણ બેરોજગાર દોસ્તોએ શરૂ કર્યુ “મોદી પકોડા ભંડાર”, કરે છે લાખોની કમાણી

Mansi Patel

સાવ સસ્તા જીરું પાણીથી મળશે 10 અદભુત ફાયદા, દડા જેવા પેટને પણ કરશે સપાટ

NIsha Patel

જાણો શ્રાવણ મહિનામાં લીલો રંગ પહેરવા પાછળ શું છે કારણ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!