સુપ્રીમ કોર્ટની પાંચ સદસ્ય વાળી બેચે ચૂંટણી પંચની નિષ્પક્ષતા અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે ઇલેક્શન કમિશનરની નિયુક્તિની સરકારી વ્યવસ્થાને બદલવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. હાલમાં વ્યવસ્થામાં ખામીના કારણે ચૂંટણી પંચની નિષ્પક્ષતા અને વિશ્વાસ ઉપર અનેક પ્રશ્નો ઉભા થતા હતા. આયોગમાં ટી એન સેશન જેવા અધિકારી આવી અને તેમણે પોતાની નિષ્પક્ષ સાથે પંચની ગરિમાને અને વિશ્વસનીયતાની આંચ આવા દીધી નથી પરંતુ વર્તમાન સમયમાં સરકારી નિયંત્રણ અને સત્તાધારી પક્ષનાં સીધા કે આડકતરા દબાણથી ક્યાંક ચૂંટણી પંચની વિશ્વસનીયતા ઉપર જોખમ જોવા મળતું હતું.

લોકતંત્રની મજબૂતી માટે ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક અને વિશ્વસનીય કરવી અત્યંત જરૂરી છે. જે રીતે મતદારોની ઉંમર ઓળખ પત્ર, ઇવીએમ મશીનનું ચલણ, નોટાની વ્યવસ્થા દરેક બાબતો સમયાંતરે બદલાતી આવી છે અને ચૂંટણી પ્રક્રિયાને વધુ મજબૂત કરતી આવી છે પરંતુ વર્ષોથી ચૂંટણી પંચમાં કોઈપણ પ્રકારના ફેરફારો કે સુધારા થયાનું હતા. બંધારણમાં અનુચ્છેદ 324 હેઠળ ભારતીય ચૂંટણી પંચ ની વ્યવસ્થા 25 જાન્યુઆરી 1950 ના રોજ કરવામાં આવી હતી. ચૂંટણી પંચમાં વર્તમાનમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર અને બે કમિશનર હોય છે.
જ્યારે પહેલા 1950 માં પંચની રચના થઈ ત્યારથી 15 ઓક્ટોબર 1989 સુધી માત્ર એક મુખ્ય ચૂંટણી કમિશનર તે એક સભ્ય નું પંચ હતું ત્યારબાદ 1993 થી ફેરફાર કરવામાં આવ્યા હતા. જે વર્તમાન સુધી ચાલતા હતા પરંતુ વર્તમાનમાં સુપ્રીમ કોર્ટ એક મહત્વનો નિર્ણય કર્યો છે અને તે નિર્ણય બાદ વડાપ્રધાન, લોકસભામાં પ્રતિપક્ષના નેતા અને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ની કમિટી ચૂંટણી પંચના સભ્યોની પસંદગી કરશે. જે વાસ્તવમાં ચૂંટણી પંચની વિશ્વસનીયતા અને સ્વાયતતાને જાળવી રાખશે અને ગરિમાને વધારશે.
READ ALSO…
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો