સુપ્રીમ કોર્ટ આજે કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ મામલે આપશે અંતિમ ચુકાદો

કેરળના સબરીમાલા મંદિરમાં 10 વર્ષની કિશોરીથી લઇને 50 વર્ષની વયની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. સુપ્રીમ કોર્ટની પાંચ જજની ખંડપીઠ આજે આ મામલે પોતાનો અંતિમ ચુકાદો આપવાની છે. સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને સુપ્રીમ કોર્ટ અયોગ્ય માને છે. ચીફ જસ્ટીસ દીપક મિશ્રાનું માનવું છે કે દેશમાં પ્રાઇવેટ મંદિરનો સિદ્ધાંત નથી. આ સાર્વજનીક સંપત્તિ છે. જેમાં પુરૂષને પ્રવેશ માટે મંજૂરી છે તો પછી મહિલાને પણ મંજૂરી મળવી જોઇએ.

સુપ્રીમ કોર્ટની ખંડપીઠે મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ પહેલા સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન પૂછ્યું હતુ કે શું મહિલાઓને ઉમરના હિસાબે પ્રવેશ આપવો બંધારણ મુજબ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતુ કે કલમ 25 તમામ વર્ગો માટે સમાન છે. મંદિર કોઇ વર્ગ વિશેષ માટે ખાસ હોતું નથી. તે તમામ લોકો માટે હોય છે.

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter