GSTV

સુપ્રીમ કોર્ટે મહિલાઓને સ્થાયી કમિશન આપવાની મંજૂરી આપી દીધી, કેન્દ્રને લગાવી ફટકાર

Last Updated on February 17, 2020 by pratik shah

સુપ્રીમ કોર્ટે સોમવારે સેનામાં મહિલાઓના સ્થાયી કમિશન આપવાની મંજૂરી આપી દીધી. પોતાના આદેશમાં કોર્ટે દિલ્હી હાઇકોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો. 2010માં હાઇકોર્ટે મહિલાઓને સેનામાં સ્થાયી કમિશન આપવાની વાત કહી હતી. કેન્દ્રએ આ ચુકાદાની વિરૂદ્ધ અરજી દાખલ કરી હતી.

જેમાં કહ્યું હતુ કે ભારતીય સેનાની યુનિટ સંપૂર્ણપણે પુરૂષોની છે, અને પૂરૂષ સૈનિકો મહિલા અધિકારીને સ્વિકાર કરી શકશે નહીં. ત્યારે આ અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના જસ્ટીસ ડીવાય ચંદ્રચૂડે જણાવ્યું કે મહિલા અધિકારીઓની નોકરીને લઇને કેન્દ્ર સરકારના નીતિગત નિર્ણય ઘણા અનોખા રહ્યા છે.

કોઇ પણ સૈનિકને જવાબદારી નિભાવવા માટે શારીરિક રીતે સક્ષમ હોવું જોઇએ. હાઇકોર્ટના ચુકાદા બાદ કેન્દ્રએ મહિલાઓને સેનામાં સ્થાયી કમિશન આપવું જોઇએ.

સુપ્રીમ કોર્ટે તેમ પણ જણાવ્યું કે હાઇકોર્ટના ચુકાદાની વિરૂદ્ધ દાખલ થયેલી કેન્દ્રની અરજીમાં પૂર્વગ્રાહ જોવા મળી રહ્યો છે.. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને ફટકાર લગાવતા જણાવ્યું કે સુપ્રીમ કોર્ટ દ્વારા હાઇકોર્ટના ચુકાદા પર રોક લગાવાઇ ન હતી તેમ છતાં કેન્દ્રએ હાઇકોર્ટના ચુકાદાને લાગુ કર્યો નહીં.

હાઇકોર્ટના ચુકાદા પર કાર્યવાહી ન કરવાનું કોઇ ઔચિત્ય નથી. કોર્ટે કહ્યું કે તમામ નાગરીકોને અવસરની સમાનતા અને લૈંગિક ન્યાય સેનામાં મહિલાઓની ભાગીદારું માર્ગદર્શન કરશે. મહિલાઓની શારીરિક વિશેષતાઓ પર કેન્દ્રના વિચારોને કોર્ટે ફગાવી દીધા. કોર્ટે કહ્યું કે સેનામાં સમાનતા લાવવી પડશે.. 30 ટકા મહિલાઓ વાસ્તવમાં યુદ્ધ ક્ષેત્રમાં તૈનાત છે.. મહિલાઓ પુરૂષોની સાથે ખંભોખંભો રાખીને કામ કરે છે.. ત્યારે કેન્દ્રની દલીલો હેરાન કરનારી છે.

READ ALSO

Related posts

કારગિલ વિજય દિવસ/ બરફથી ઢંકાયેલ પર્વતોની આડમાં છુપાયેલા હતા ઘુષણખોરો, ભારતે જીતી લીધી હારેલી બાજી

Damini Patel

ગુજરાતના 9 મંત્રી અને 30થી વધુ BJP MLAના 3થી લઇને 7 સંતાનો! વસ્તી નિયંત્રણ કાયદો લાગુ કરવા સરકાર તલપાપડ

Dhruv Brahmbhatt

Big News: આ શહેરમાં વહેલી સવારે ધરા ધ્રુજી, 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!