GSTV

અયોધ્યાના ચૂકાદા સાથે સુપ્રીમે કાશી અને મથુરાના વિવાદ પર પણ પૂર્ણવિરામ મૂક્યું

Last Updated on November 11, 2019 by Mayur

સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેન્ચે શનિવારે અયોધ્યા કેસમાં રામ મંદિર નિર્માણનો માર્ગ મોકળો કરતો ઐતિહાસિક ચૂકાદો આપ્યો હતો. આ સાથે સુપ્રીમ કોર્ટે 1,045 પાનાના તેના ચૂકાદામાં અયોધ્યાની સાથે કાશી અને મથુરાના મંદિરોના વિવાદ પર પણ પૂર્ણ વિરામ મૂકી દીધું છે.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે પણ સુપ્રીમ કોર્ટના ચૂકાદાને આવકારતાં કાશી અને મથુરાના વિવાદને પડતો મૂકવાના સંકેત આપી દીધા હતા. સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેન્ચે તેના ચૂકાદામાં વર્ષ 1991માં લાગુ થયેલા પ્લેસીસ ઓફ વર્શિપ (સ્પેશિયલ પ્રોવિઝન) એક્ટ પર વિશેષ ભાર મૂક્યો હતો.મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ. એ. બોબડે, જસ્ટીસ ડી. વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ. અબ્દુલ નજીરની બેન્ચે ચૂકાદો સંભળાવતી વખતે દેશના સેક્યુલર ચરિત્રની વાત કરી.

ઉપરાંત બેન્ચે વર્તમાન ધાર્મિક સ્થળો પર દેશની આઝાદી સમયની સિૃથતિ જાળવી રાખવાના સંરક્ષણ પર પણ ભાર મૂક્યો હતો. સુપ્રીમ કોર્ટના આ વલણ સાથે હવે કાશી અને મથુરામાં જે વર્તમાન સિૃથતિ છે તેમાં કોઈપણ પ્રકારના ફેરફારની સંભાવનાઓ ખતમ થઈ ગઈ છે.ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના અધ્યક્ષપદે બેન્ચે કહ્યું, દેશે આ કાયદો લાગુ કરીને બંધારણિય કટિબદ્ધતાને મજબૂત કરવા અને બધા ધર્મોને સમાન માનવા તથા સેક્યુલરિઝમ જાળવી રાખવાની પહેલ કરી છે.સંઘ પ્રમુખ મોહન ભાગવતે પણ શનિવારે સુપ્રીમ કોર્ટના ચૂકાદાનું આગમન કરતા કહ્યું હતું કે હવે અમે કાશી અને મથુરામાં મંદિર બનાવવાની માગ કરનારાઓની સાથે નથી. સંઘ ક્યારેય આંદોલનોમાં જોડાતો નથી. અમારૂં કામ માત્ર અને માત્ર ચરિત્ર નિર્માણનું છે. આમ હવે દેશમાં મથુરા અને કાશી મંદિરના વિવાદ પર પણ પૂર્ણ વિરામ મૂકાઈ ગયું છે.

અયોધ્યા વિવાદને કારણે જ એક્ટ બન્યો

વર્ષ 1991માં કેન્દ્રમાં નરસિંહા રાવની સરકાર હતી. તે સમયે સમગ્ર દેશમાં અયોધ્યા વિવાદ તેની ચરમસીમા પર હતો. સરકારને કદાચ બાબરી ધ્વંશ જેવું કંઈક થવાની આશંકા થઈ ગઈ. સ્વાભાવિક છે કે તે મયે માત્ર અયોધ્યા અંગે જ વિવાદ નહોતો. કાશી અને મથુરા જેવા અનેક ધાર્મિક સ્થળો પણ વિવાદના કેન્દ્રમાં હતા, જેમની સિૃથતિ ઘણે અંશે અયોધ્યા જેવી જ હતી. રામજન્મભૂમિ જેવો વિવાદ ફરી ઊભો ન થાય તે હેતુથી સંસદે તેના વિશેષ અિધકાર હેઠળ 1991માં આ કાયદો પસાર કર્યો. આ કાયદાનું નામ પ્લેસીસ ઓફ વર્શિપ (સ્પેશિયલ પ્રોવિઝન) એક્ટ, 1991 હતું.

કાયદો શું કહે છે

પ્લેસીસ ઓફ વર્શિપ (સ્પેશિયલ પ્રોવિઝન) એક્ટ, 1991માં કહેવાયું છે કે જમ્મુ-કાશ્મીર સિવાય સમગ્ર દેશ પર લાગુ થનારા આ કાયદા હેઠળ દેશની આઝાદી સમયે એટલે કે 15મી ઓગસ્ટ, 1947ના રોજ દેશમાં જે ધાર્મિક સ્થળ જે ધર્મનું હતું આજે અને ભવિષ્યમાં પણ તે તેનું જ રહેશે અને તેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરી શકાશે નહીં તેમજ જે-તે ધર્મ અને સંપ્રદાયનું જ રહેશે. જોકે, આ કાયદામાંથી અયોધ્યા વિવાદને બહાર રખાયો હતો.

READ ALSO

Related posts

મહંત નરેન્દ્ર ગિરિના રૂમ માંથી મળી સ્યુસાઇડ નોટ, શિષ્યને કારણે હતા માનસિક તણાવમાં

Pritesh Mehta

World’s Richest Family / જગતના સૌથી ધનવાન પરિવારોમાં અંબાણી છે 6ઠ્ઠા ક્રમે : જાણો સૌથી વધુ સંપતિ ક્યા ફેમિલી પાસે છે અને શું છે તેમનો બિઝનેસ?

Zainul Ansari

BIG NEWS: અખાડા પરિષદના અધ્યક્ષ મંહત નરેંન્દ્ર ગીરીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં ફાંસીથી લટકેલી હાલતમાં મળી આવ્યો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!