4500 કરોડના માલિક આ સુપરસ્ટારની બહેન આજે પણ પાકિસ્તાનમાં જીવી રહી છે સાવ આવું સામાન્ય જીવન

બોલીવુડમાં આજે ધણા એવા અભિનેતા છે જેમની ફિલ્મો બોક્સ ઓફિસ પર દમદાર કમાણી કરે છે જેના કારણે તે ખૂબ અમિર બની ચુક્યા છે. અને ધણી આરામથી પોતાનું જીવન વિતાવી રહ્યા છે. પરંતુ આજે અમે તમે એક એવા અભિનેતા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ખૂબ અમિર છે પરંતુ આજે પણ તેની બહેન પાકિસ્તાનમાં સામાન્ય જીવન જીવી રહી છે. આ અભિનેતાનું નામ છે શાહરૂખ ખાન.

શાહરૂખ ખાનનું નામ આજે બોલીવુડના ટોપ અભિનેતાઓમાં આવે છે તેમણે આજ સુધી ઘણી એવી ફિલ્મો કરી છે જેણે ફક્ત ભારતમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં પસંદ કરવામાં આવી છે. જો તેની કુલ સંપત્તિની વાત કરવામાં આવે તો તેની પાસે 4500 કરોડની સંપત્તિ છે. જણાવી દઈએ કે આજે ભલે શાહરૂખ ખાન ખૂબ અમિર અને મોટા સ્ટાર્સમાંથી એક છે. પરંતુ આજે પણ તેની બહેન પાકિસ્તાનમાં ખૂબ સામાન્ય જીવન જીવી રહી છે.

હકીકતમાં 1947માં ભારત પાકિસ્તાન ભગલા વખતે શાહરૂખના પિતા દિલ્હી આવી ગયા હતા. જ્યારે કાકા પાકિસ્તાનમાં જ રહી ગયા હતા. આ બહેન પાકિસ્તાનના પેશાવરમાં રહે છે. તેના કાકાનું નામ ગુલામ મોહમ્મદ ગાના છે. તે ફ્રિડમ ફાઈટર હતા. તેમના બે દીકરાઓ મકસૂદ ખાન અને મંસૂર ખાન અને એક દીકરી નૂરજહા છે. શાહરૂખ ખાનનો આ પરિવાર પેશાવરના ખાની બજારમાં વાંસની સીડિઓ બનાવવાનું કામ કરીને જીવન ગુજારે છે.

શાહરૂખ ખાનની આ કાકાની દીકરીનું નામ છે નૂરજહાં. તે પહેલી વખત 1997માં મુંબઈ આવી હતી અને 2 મહિના માટે શાહરૂખના સાથે જ તેના ઘરમાં રહી હતી. તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનને પેશાવરના ચપ્પલ ખૂબ પસંદ છે. જ્યારે તે પેશાવર ગયા હતા ત્યારે ત્યાથી ચપ્પલ ખરીદીને લાવ્યો હતો.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter