GSTV

સૂર્યના 10 વર્ષના ટાઇમલેપ્સ વીડિયોમાં NASA એ કર્યો દાવો: બદલાઈ રહ્યો છે આપણો સૂર્ય

NASA એ સૂર્ય પર એક દશકા સુધી અભ્યાસ કર્યા પછી એક વીડિયો જાહેર કર્યો હતો. NASA એ દાવો કર્યો હતો કે સૂર્ય ખૂબ ઝડપથી બદલાઈ રહ્યો છે. સૂર્યમાં ચિંતાજનક ફેરફારો થઈ રહ્યા છે.

નાસાએ એક કલાકનો એક વીડિયો જારી કર્યો હતો. એ ડીકેડ ઓફ સન નામના આ વીડિયોના આધારે નાસાએ દાવો કર્યો હતો કે સૂર્યમાં ખૂબ જ ઝડપથી બદલાવ આવી રહ્યો છે.

2જી જૂન 2010થી 1લી જૂન 2020 દરમિયાન નાસાએ સૂર્ય પર ખાસ નજર રાખી હતી. એક દાયકા દરમિયાન સૂર્યની દરેક હિલચાલ અને પરિવર્તન પર નજર રાખ્યા પછી નાસાએ કહ્યું હતું કે સૂર્યમાં ચિંતાજનક ફેરફારો થઈ રહ્યા છે.

સરેરાશ દર 11 વર્ષે સૂર્યના તોફાનોમાં ફેરફાર થતા હોવાનો અંદાજ છે. એના ભાગરૂપે આ વીડિયો સંશોધકો માટે ખૂબ મહત્વનો સાબિત થશે. વિજ્ઞાાનિકોએ એક કલાકના વીડિયોમાં 10 વર્ષના બધા જ દિવસોનો સૂર્ય બતાવ્યો છે. દિવસ પ્રમાણે વીડિયોમાં સૂર્યને જોઈ શકાય છે. દરરોજ તો ફેરફાર નરી આંખે જોઈ ન શકાય, પરંતુ દસ વર્ષના અવલોકન પછી સૂર્યની સપાટીમાં થનારા ફેરફારને જોઈ શકાય છે.

આ સ્ટડી માટે ટેલિસ્કોપ ગોઠવ્યા પછી નાસાના વિજ્ઞાાનિકોએ બે કરોડ ગીગાબાઈટ ડેટા એકઠો કર્યો હતો અને તેનો અભ્યાસ કર્યા પછી આ વીડિયો જારી કર્યો હતો. સોલર ઓબ્ઝર્વેટરીએ સતત 10 વર્ષ સુધી સૂર્ય પર નજર રાખીને 45 કરોડ હાઈ-રિઝોલ્યુશન તસવીરો લીધી હતી.

Related posts

માતમમાં ફેરવાઈ ખુશીઓની પળ! લગ્ન પ્રસંગમાં પડી આકાશી વીજળી, 16 લોકો જીવતા ભૂંજાયા: અનેક ઘાયલ

pratik shah

Tokyo Olympics / રેસલિંગમાં ગુરુવારે મળશે ગોલ્ડ! રવિ દહિયા બતાવશે કુસ્તીના દાવ: કંઇક આવો છે ગુરુવારનો ભારતનો કાર્યક્રમ

Zainul Ansari

અમદાવાદમાં 584 કરોડના ખર્ચે નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!