GSTV
World

Cases
4607989
Active
5350153
Recoverd
511139
Death
INDIA

Cases
220114
Active
347979
Recoverd
17400
Death

ક્રુડ ઓઈલમાં આવેલા ઉછાળાથી મંદીમાં ફસાયેલા ઓટો ઉદ્યોગ પર માર

ક્રુડ તેલના ભાવમાં આવેલા અચાનક ઉછાળાથી દેશના ઓટો ઉદ્યોગની ચિંતામાં વધારો થયો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ભારે મંદીનો સામનો કરી રહેલા ઓટો ઉદ્યોગને ક્રુડ તેલના ઊંચા ભાવ વધુ દઝાડશે એમ સ્થાનિક સુત્રો જણાવી રહ્યાં છે. 

છેલ્લા બે દિવસમાં ક્રુડ તેલના ભાવમાં 18થી 20 ટકા જેટલો ઉછાળો આવ્યો છે જેને કારણે વાહન ધરાવવાનું ખર્ચાળ બની શકે છે. દેશમાં વાહનોના વેચાણ આંક હાલમાં ઐતિહાસિક નીચી સપાટીએ રહ્યો છે.

દેશમાં હાલમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂપિયા 72થી 73 આસપાસ બોલાય છે તે આવનારા દિવસોમાં રૂપિયા 85 સુધી પહોંચી જવાની શકયતા રખાઈ રહી છે. પેટ્રોલના ઊંચા ભાવ વાહનધારકો ઉપરાંત દરેક પ્રકારના ગ્રાહકોના ખીસ્સા પર વધુ બોજ લાવશે.

પેટ્રોલના ઊંચા ભાવ વાહન ધરાવવા પાછળના ખર્ચમાં વધારો કરાવે છે. હાલના આર્થિક મંદીના વાતાવરણમાં વાહન પેટે ઊંચા ખર્ચ કરવાનું ગ્રાહકો ટાળવાનું મુનાસિબ ગણશે જેની અસર વાહન ખરીદી પર જોવા મળવાની સંભાવના છે એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું.

ભારતમાં વાહન ધરાવવા પાછળ થતાં કુલ ખર્ચમાં વીસથી પચાસ ટકા જેટલો ખર્ચ ઈંધણ પેટેનો રહે છે એમ એક અભ્યાસમાં અગાઉ જણાયું હતું.  જો કે તેનો આધાર વાહન કેટલા કિં.મી. અંતર કાપતું હોય છે તેના પર રહે છે. વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ભારતમાં વાહન ધરાવવા પાછળનો ખર્ચ ઊંચો રહેતો હોવાનો ઓટો ઉદ્યોગના આગેવાનો દાવો કરી રહ્યા છે. વાહનોના વેચાણમાં તાજેતરના ઘટાડા માટે આ એક મુખ્ય કારણ જણાવાઈ રહ્યું છે.

વાહન ઉદ્યોગની વર્તમાન મંદીના છાંટા અન્ય કેટલાક સંલગ્ન ઉદ્યોગો પર પણ પડયા છે. ઓટોમોબાઈલ ઉદ્યોગની મંદીએ દેશના વાહનોની હેરફેર કરતા ટ્રાન્સપોર્ટરોના વેપાર પર ઉપરાંત ટાયર ઉદ્યોગ તથા એન્સિલરી ક્ષેત્ર પર પણ અસર કરી છે. 

વાહનોના વેચાણમાં વધારો કરવા ઉત્પાદકો દ્વારા ડિસ્કાઉન્ટ પૂરા પડાઈ રહ્યા છે આમ છતાં વેચાણમાં અપેક્ષિત વૃદ્ધિ જોવા મળતી નથી. હવે શ્રાદ્ધનો સમયગાળો શરૂ થયો હોવાથી સપ્ટેમ્બરના વેચાણ આંક પર પણ અસર જોવા મળવાની સંભાવના રહેલી છે.

READ ALSO

Related posts

1.5 રૂપિયાની આ દવાથી કોરોના દર્દીઓને થાય છે લાભ, ડોક્ટરોની વધી આશા

Mansi Patel

આ સરળ રીતોની મદદથી વધારો તમારી ઈમ્યૂનિટી, કોરોનામાં થશે સૌથી મોટો ફાયદો

Mansi Patel

કરિયર અને કામને લઈને સ્ટ્રેસમાં ન રહો નહી તો જલ્દી થઈ જશો વૃદ્ધ, વૈજ્ઞાનિકોએ આપી ટિપ્સ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!