પ્રશ્ન: હું પરિણીત યુવક છું. મેં બે વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કર્યા હતાં. અમારે એક વર્ષની દીકરી છે અને હું વ્યવસાયે પ્રોફેસર છું. હવે સમસ્યા એ છે કે હું મારી એક વિદ્યાર્થીનીને પ્રેમ કરવા લાગ્યો છું. તે પણ મને ખૂબ પ્રેમ કરે છે અને લગ્ન કરવા ઈચ્છે છે. હું બે રસ્તાની વચ્ચે ઊભો છું. ન તો પ્રેમિકાને છોડવા ઈચ્છું છું કે ન તો પત્નીને છોડી શકું છું. કૃપા કરીને તમે કોઈ ઉપાય જણાવો?
એક યુવક (સુરત)
ઉત્તર: સમાજમાં પ્રોફેસર સ્થાન એટલા માટે સન્માનજનક માનવામાં આવે છે, કારણ કે તે બાળકોના વ્યક્તિત્ત્વ ઘડતરમાં મહતત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે, પરંતુ તમે તેનાથી વિપરીત તમારી વિદ્યાર્થિનીને ભ્રમિત કરી છે. તેની સાથે પ્રેમ અથવા લગ્ન કરવાનું દુ:સાહસ કરીને પ્રોફેસરની પ્રતિષ્ઠાને કલંકિત ન કરશો. વિદ્યાર્થિની અણસમજુ છે. તે આવી નાદાની કરી શકે છે, પરંતુ તમે નહીં.તેથી વિદ્યાર્થિની સાથે એક પ્રોફેસર જેવું જ વર્તન કરો અને આ પ્રેમના અધ્યાયને તરત બંધ કરી દો. આ પ્રકારના પ્રેમપ્રસંગ જાહેર થતા વાર નથી લાગતી. જો આ સ્થિતિ સર્જાશે તો અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. ત્યારે તમારું દાંપત્યજીવન પણ પ્રભાવિત થયા વિના નહીં રહી શકે.

પ્રશ્ન: હું એક એમ.એસ.સી.ની વિદ્યાર્થિની છું. મારી સમસ્યા ખૂબ જ ગંભીર છે. હું અને મારો ભાઈ જે ૧૧ મા ધોરણમાં અભ્યાસ કરે છે અને એક જ રૂમમાં અલગઅલગ પલંગ પર ઊંઘીએ છીએ. પરંતુ તે અડધી રાત્રે ઊઠીને મારી પાસે આવી જાય છે અને મારા વક્ષ:સ્થળને સ્પર્શે છે. ઘરના બધા તેને ખૂબ જ પ્રેમ કરે છે, તેથી હું તેની વિરુદ્ધ મોં નથી ખોલી શકતી. હવે જણાવો કે હું કેવી રીતે તેને આવી અશ્લીલ હરકતો કરતા રોકું?
એક યુવતી (આણંદ)
ઉત્તર: જો શક્ય હોય તો તમે કોઈ બીજા રૂમમાં શિફ્ટ થઈ જાઓ. જો જગ્યાના અભાવે તમારે તેની સાથે રૂમ શેર કરવો જ પડે તેમ હોય તો જ્યારે પણ તેની નજીક જાઓ ત્યારે તમે તેને કડક શબ્દોમાં ના પાડો. લાગે છે કે તમે હજી સુધી તેનાં કરતૂતો બાબતે તેને ઠપકો આપ્યો નથી, તેથી તે આટલી હિંમત કરી રહ્યો છે. એકવાર તમે કડકાઈથી ઠપકો આપશો તો તે ફરીથી આ હરકત નહીં કરે.
પ્રશ્ન: મારા લગ્નને ૧૦ મહિના થયાં છે. મારા પતિ ન તો મારી સાથે વાત કરે છે કે ન તો મને મારા પિયરથી કોઈ લેવા આવે છે. મારાં સાસરિયાં પણ મારી સાથે વાત નથી કરતા. કૃપા કરીને જણાવો, મારે શું કરવું જોઈએ?
એક પત્ની (દાહોદ)
ઉત્તર: તમે પૂરો ખુલાસો નથી કર્યો કે તમારે તમારા પતિ અથવા સાસરિયાં સાથે કઈ વાતને કારણે વિવાદ થયો છે અથવા બંને પરિવાર વચ્ચે કોઈ મનદુ:ખ થયું છે કે બંને પરિવાર વચ્ચે કંઈ થયું છે. આ વાત તમે પણ સારી રીતે જાણતા હશો. સમસ્યા ગમે તે હોય તેને બંને પરિવાર સાથે બેસીને ઉકેલી શકે છે. આ વિવાદને જેટલી જલદી ઉકેલી લેવાય તેટલું સારું રહેશે.

પ્રશ્ન: હું ૩૦ વર્ષનો યુવક છું. મારાં લગ્નને ૬ મહિના થઈ ગયાં છે. હજી સુધી અમે સહવાસનો સંપૂર્ણ આનંદ નથી ઉઠાવી શક્યા. જ્યારે પણ સંબંધ બાંધીએ છીએ ત્યારે પત્નીને ખૂબ દુખાવો થાય છે અને વીર્ય બહાર નીકળી જાય છે. લાગે છે કે પત્નીનું ગુપ્તાંગ ખૂબ નાનું છે. શું કરીએ જેથી તેને સહવાસ દરમિયાન દુખાવો ન થાય અને અન્ય દંપતીઓની જેમ અમે પણ સેક્સ એન્જોય કરી શકીએ? અને અમને સેક્સ બાબતે પણ ખાસ જ્ઞાાન નથી.
એક યુવક (અમદાવાદ)
ઉત્તર: તમારી પત્ની બિલકુલ સામાન્ય છે અને તમારે ધ્યાનમાં રાખવું પડશે કે શરૂશરૂમાં જાતીય સંબંધ બાંધતી વખતે થોડો દુખાવો થાય છે, પરંતુ ધીમેધીમે દુખાવો બંધ થઈ જશે અને ત્યારપછી તમને આ બાબતે ફરિયાદ નહીં રહે. તમે પણ અન્ય દંપતીની જેમ શારીરિક સુખનો સંપૂર્ણ આનંદ માણી શકશો.જ્યાં સુધી માહિતીનાં અભાવની વાત છે તો આ સમસ્યા માત્ર તમારી એકલાની જ નથી. આપણે ત્યાં સેક્સ એજ્યુકેશનનાં અભાવે સેક્સનાં હાઉં હોય છે. આ વિષયે ચર્ચા કરવામાં પણ લોકોને શરમ આવે છે. તેથી સેક્સ બાબતે યુવાનોમાં તમામ પ્રકારની ગેરમાન્યતાઓ પ્રવર્તતી હોય છે.તમે સેક્સ વિશેના કોઈ સારા પ્રકાશકનું પુસ્તક લાવીને વાંચી શકો છો, પરંતુ ધ્યાન રાખો કે ફૂટપાથ પર વેચાતા સસ્તા સાહિત્ય અથવા ઊંટવૈદ્યોના ચક્કરમાં ન પડી જવાય.

પ્રશ્ન: હું ૨૨ વર્ષની યુવતી છું. એક છોકરાને પ્રેમ કરું છું. અમારી વચ્ચે શારીરિક સંબંધ બંધાઈ ચૂક્યા હતા. હવે તેના કોઈ છોકરી સાથે લગ્ન થઈ ગયાં છે. તેનાં લગ્ન પછી અમે દરરોજ મળી તો નથી શકતા, પરંતુ ફોન પર વાત થતી રહે છે.તેનાં લગ્ન પછી અમારી વચ્ચે વધુ ઝઘડા થવા લાગ્યા ત્યારે મેં તેની સાથેના સંબંધ તોડી નાખ્યા, પરંતુ હવે મને બીજું કોઈ પસંદ નથી આવતું, જેથી હું તેને ભૂલી શકું. સાથે જ મારા ભવિષ્ય બાબતે પણ ચિંતિત છું કે લગ્ન પહેલાંના મારા ગેરકાનૂની સંબંધને કારણે મારું લગ્નજીવન મુશ્કેલીમાં તો નહીં મુકાઈ જાય ને?
એક યુવતી (ગાંધીનગર)
ઉત્તર: તમે તમારા પ્રેમી સાથે સંબંધ તોડીને ખૂબ સારું કર્યું છે. તેણે જ્યારે તમને છોડીને અન્ય સાથે લગ્ન કરી લીધાં હતાં, તમારે તે સમયે જ તમામ સંબંધ તોડી નાખવા જોઈતા હતા, કારણ કે આ સંબંધનો બોજ વેઠવાનું કોઈ કારણ નહોતું.રહી વાત તેને ભૂલી જવાની, તો સમયની સાથે તેની યાદ ધૂંધળી થઈ જશે, જ્યાં સુધી લગ્ન પછી તમારા ભાવિ પતિ સામે તમારા અનૈતિક સંબંધ જાહેર થવાની વાત છે, તો આ ડર તો રહેશે જ, પરંતુ આ બાબતે પતિ સમક્ષ ભૂલથી પણ ઉલ્લેખ ન કરશો.
READ ALSO
- 45 લાખમાં છૂટાછેડાનું નક્કી થયું છતા લાલચી સસરાએ 50 લાખ અને ફ્લેટની માંગ કરી, ના પાડી તો જમાઈનું ઘર સળગાવ્યું
- OMG 2 Release Date/ ભગવાન શિવના અવતારમાં જોવા મળ્યા અક્ષય કુમાર, જાણો ક્યાં દિવસે રિલીઝ થશે ‘ઓહ માય ગોડ 2’
- Cyclone Biparjoy: આગામી 24 કલાકમાં ખતરનાક સ્વરૂપ ધારણ કરશે ચક્રવાતી તોફાન, ઉત્તર- ઉત્તરપશ્ચિમી તટની નજીક ટકરાવાની વધુ સંભાવનાઃ એલર્ટ મોડ પર તંત્ર
- પાણીમાં લાંબા સમય સુધી હાથ રાખવાથી ત્વચામાં કેમ પડે છે કરચલી, શરીરમાં કેવી રીતે આવે છે બદલાવ? કારણ જાણો
- મોટા સમાચાર/ આસામ અને લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 3.7 તીવ્રતાનો આંચકો