GSTV
Home » News » માથાનો દુખાવો બની પબજી : ધોરણ 10ના વિદ્યાર્થીને પબજી ન રમવા દેતા ઘર છોડી ચાલ્યો ગયો

માથાનો દુખાવો બની પબજી : ધોરણ 10ના વિદ્યાર્થીને પબજી ન રમવા દેતા ઘર છોડી ચાલ્યો ગયો

pubg ban in india

ટીનએજર્સ અને યુવાઓમાં પબજી ગેમનો ક્રેઝ વાલીઓ અને સરકાર માટે પણ માથાનો દુખાવો બની રહ્યો છે. પબજીના ક્રેઝના એક લેટેસ્ટ મામલામાં ગાઝિયાબાદમાં રહેતો ધો.10નો એક વિદ્યાર્થી પબજી માટે ઘ છોડીને જતો રહ્યો છે.તેના પિતાએ કહ્યુ હતુ કે પબજી ગેમથી તેનુ બ્રેન વોશ થઈ ગયુ છે.પિતાએ પોલીસમાં પુત્રના ગૂમ થવાનો રિપોર્ટ લખાવ્યો છે.

પિતાનુ એમ પણ કહેવુ છે કે પોલીસને પુત્રનુ લેપટોપ પણ આપી દીધુ છે.જેનાથી પુત્રની ઓનલાઈન મુવમેન્ટ ખબર પડી શકે તેમ છે.છતા પોલીસ તપાસ નથી કરી રહી. પિતાએ કહ્યુ હતુ કે , મારો પુત્ર ભણવાનુ છોડીને આખો દિવસ પબજી રમ્યા કરતો હતો.તે પોતાને આ ગેમનો સારો ખેલાડી ગણાવતો હતો.11 માર્ચે તે ઘરેથી નિકળ્યા પછી પાછો આવ્યો નથી.

પોલીસનુ કહેવુ છે કે પબજી ગેમ રમતી વખતે તે એક આઈડી પરથી ચેટ પણ કરતો હતો.10 માર્ચે તેણે એક યુઝરને મેલ કરીને કહ્યુ હતુ કે હું નવુ એકાઉન્ટ બનાવીને તારી સાથે વાત કરીશ.એ પછી તે ઘરેથી ગાયબ છે.તે ઘરમાંથી માતાનો મોબાઈલ અને 15000 રુપિયા રોકડા પણ લઈ ગયો છે. જાણકારોનુ કહેવુ છે કે પબજી રમનારા એક આભાસી દુનિયામાં જતા રહેતો હોય છે.જેનો વાસ્તવિક દુનિયા સાથેનો સંપર્ક ઓછો થતો જાય છે.

READ ALSO

Related posts

ચંદ્રયાન-2 મિશનને હવે જુલાઈ સુધી કરવામાં આવ્યું સ્થગિત, આ છે કારણ

Arohi

નીરવ મોદીની વેસ્ટમિંસ્ટર કોર્ટમાં આજે સુનાવણી, જેલમાંથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રજૂ કરાશે

Arohi

આજે ફરી મોદીમય રહેશે કાશી, ઉમેદવારી નોંધાવતા પહેલા કાલભૈરવના કરશે દર્શન… આવો છે આખો કાર્યક્રમ

Arohi