GSTV

રૂપાણી સરકાર માટે રાહતના સમાચાર : અંતે રાજ્યમાં મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ

અંતે રાજ્યમાં મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેયાઈ છે. કર્મચારીઓની માગ અંગે ગાંધીનગરમાં મહેસૂલ વિભાગના અગ્ર સચિવ સાથે બેઠક યોજાઈ હતી. જેમા વિવિધ 18 માગ, પ્રમોશન – ફીક્સ પગાર સહિતના મુદ્દા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જે બાદ મહેસૂલ કર્મચારી મંડળને સરકાર દ્વારા બાંહેધરી આપવામાં આવતાં હવે આ હડતાળનો હવે અંત આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે, મહેસૂલ વિભાગના કર્મચારીઓ છેલ્લા 8 દિવસથી હડતાળ પર હતા. પગાર વધારો અને પ્રમોશન સહિતની માગ સાથે રાજ્યભરમાં દેખાવો કરી રહ્યા હતા. ત્યારે આ હડતાળ હવે સમેટાઈ ગઈ છે.

મહેસુલ વિભાગના કર્મચારીઓ પોતાની માંગને લઈને હવે ‘સત્યનારાયણના શરણે’ પહોચ્યા હતા

ગુજરાત રાજ્યના ૮ હજારથી વધુ મહેસુલના કર્મચારીઓ પોતાની વિવિધ 18 માંગણીને લઈ ગત ૯ ડિસેમ્બરથી અચોક્કસ મુદતની હડતાલ પર છે. ત્યારે હડતાલના આઠમા દિવસે અમદાવાદમાં સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું. મહેસુલના કર્મચારીઓએ કલેકટર કચેરી ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કર્યું હતું.

વિવિધ માંગને લઈને હડતાલ પર ઉતરેલા કર્મચારીઓ તેમની માંગને લઈને સરકાર હકારાત્મક અભિગમ નહિ અપનાવે આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવા મક્કમ હતા. આજે સરકાર સાથે મહેસુલ કર્મચારીઓના આગેવાનોની મિટીંગ યોજાઈ ગઈ છે. કર્મચારીઓની હડતાળને કારણે આવકનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર, વિધવા પેન્શન યોજના વગેરે જેવા મહેસુલને લગતા વિવિધ કામો અટકી ગયા હતા. જેના લીધે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યું છે.

તો આ તરફ વડોદરામાં પણ મહેસૂલી કર્મચારીઓએ અચોક્કસ મુદ્દની હડતાલ સાથે રેલી કાઢી હતી. હડતાળના કારણે જનસેવા કેન્દ્ર, પુરવઠા વિભાગ તેમજ કલેક્ટર કચેરીના અન્ય વિભાગોમાં કામગીરી અટવાઈ છે. મહેસૂલી કર્મચારીઓ ઘણા સમયથી 17 પડતર માગણીઓ બાબતે સરકારને અનેક વખત રજૂઆતો કરવા છતાં આ પ્રશ્નોનું કોઈપણ પ્રકારનું નિવારણ લાવવામાં આવ્યુ નથી. જેના પગલે રાજ્યના મહેસૂલી કર્મચારી વર્ગ 3નાં તમામ કર્મચારીઓ 9 ડિસેમ્બરથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યાં હતા.

દ્વારકા ખાતે મહેસુલી કર્મચારીઓએ રકતદાન કરી સરકાર સામે અનોખો વિરોધ નોંધાવ્યો છે. પોતાની પડતર માંગોને લઈ દ્વારકા જિલ્લાના નાયબ મામલતદાર- ક્લાર્ક સહિત 120 જેટલા મહેસુલી કર્મચારીઓ હડતાલ પર હતા. હડતાલના કારણે દ્વારકા જિલ્લામાં મહેસુલ વિભાગના કામોને માઠી અસર પહોંચી છે અને સપ્તાહ વીતવા છતાં યોગ્ય નિરાકરણ ના આવતા લોકોને ભારે હાલાકી પડી રહી છે ત્યારે મહેસુલી કર્મચારીઓએ આજે ખંભાળિયા કલેક્ટર કચેરી પાસે છાવણીમાં રકતદાન કરી કમજોર સરકારને જગાડવા કેમ્પનુ આયોજન કરી કર્મચારીઓએ રકતદાન કર્યું હતું.

READ ALSO

Related posts

જીવલેણ વાયરસ/ દેશમાં છેલ્લા 24 કલાકમાં 85 હજાર કેસો આવ્યા સામે, કુલ ચેપગ્રસ્તોની સંખ્યા 63 લાખ નજીક

pratik shah

વેપારીઓએ હવે આજથી છૂટક મીઠાઈઓ પર લખવી પડશે એક્સપાઈરી ડેટ

Nilesh Jethva

માનવતા શર્મસાર/ ઉત્તરપ્રદેશના હાથરસ બાદ બલરામપુરમાં દલિત યુવતી સાથે ગેંગરેપ, પીડિતીનું નિપજ્યું મોત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!