વડોદરાના કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં શ્વાને હરણ પર હુમલો કર્યા હોવાની ઘટના બની છે. શ્વાને કરેલા હુમલાના કારણે બ્લેક બક જાતિના 6 હરણના મોત થયા છે. હુમલાની ઘટના બાદ પ્રાણી સંગ્રહાલયના સંચાલતો દોડતા થયા હતા. મૃત્યુ પામેલા હરણના મૃતદેહને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. ત્યારે સવાલ એ છે કે, આટલી સુરક્ષા વચ્ચે શ્વાન હરણ પાસે કેવી રીતે પહોંચ્યા. સમગ્ર મામલો પ્રકાશમાં આવતા પ્રાણી સંગ્રહાલયના સંચાલકો દ્વારા દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.