GSTV

કોરોના બાદ YES બેંકે ‘શેર’બજારને ‘બિલાડી’ બનાવી દીધું : 894 પોંઈન્ટનું પ્રચંડ ગાબડુ !

YES BANK

Last Updated on March 7, 2020 by Mayur

કોરોના વાઇરસના ઉપદ્રવના કારણે ભારતીય શેરબજારોમાં ઉદ્ભવેલ પ્રતિકૂળ વલણ હજી થાળે પડયું નથી ત્યાં વળી ગઈકાલે યસ બેન્કના (YES BANK) બોર્ડને અચાનક જ સુપરસીડ કરી નાખવાના રિઝર્વ બેંકના નિર્ણય બાદ બેન્કિંગ ક્ષેત્રે પ્રતિકૂળ માહોલ પ્રબળ બન્યાના અહેવાલો પાછળ આજે ચોમેરથી નીકળેલ ભારે ગભરાટભરી વેચવાલીના દબાણે શેરબજારમાં ફરી એકવાર પ્રચંડ કડાકો નોંધાયો હતો.

894 પોંઈન્ટનો કડાકો બોલ્યો

આ અહેવાલો પાછળ સેન્સેક્સમાં ભારે ઉથલપાથલના અંતે 894 પોઇન્ટનો કડાકો નોંધાયો હતો. જેના પગલે રોકાણકારોની સંપત્તિમાંથી રૂા. 3.29 લાખ કરોડનું ધોવાણ થઈ જવા પામ્યું હતું. બીજી તરફ નિફ્ટી પણ આજે 11000ની મહત્ત્વની ટેકાની સપાટી ગુમાવીને બંધ રહ્યોહતો.નાણાંકીય મુશ્કેલીમાં મુકાયેલી યસ બેન્કે (YES BANK) ભંડોળ ઉભું કરવા અનેક પ્રયાસો કરવા છતાં નિષ્ફળ રહ્યા બાદ રિઝર્વ બેન્ક દ્વારા સરકાર સાથે ચર્ચા કરાયા બાદ એકાએક જ યસ બેન્કના બોર્ડન સુપરસીડ કરવાનો નિર્ણય લેવાયો હતો આ નિર્ણયની શેરબજારના માનસ પર ગંભીર અસર થવા પામી હતી.

બેંકિંગ ક્ષેત્રમાં કટોકટીભર્યું વાતાવરણ

આમ પણ કોરોના વાઇરસના ઉપદ્રવના કારણે વિશ્વનું અર્થતંત્ર મંદ પડવાના અહેવાલો પાછળ શેરબજારે પાછી પાની કરેલી જ હતી અને તળિયાની સપાટી ઉતરી આવ્યું હતું.જો કે, આ મુદ્દે થોડીક રાહત થતાં બજારમાં પણ રાહતની લાગણી છવાઈ હતી ત્યાં વળી યસ બેન્કનો ધબડકો થતાં દેશના બેન્કિંગ ક્ષેત્રમાં ફરી એકવાર કટોકટીભર્યું વાતાવરણ ઉદભવ્યું હોવાના અહેવાલો પાછળ આજે શેરબજારમાં ફરી એકવાર ભારે ગભરાટભરી વેચવાલીનો મારો જોવા મળ્યો હતો.

રોકાણકારોની સંપતિમાં 3.29 લાખ કરોડનું ધોવાણ

આ અહેવાલો પાછળ ચોમેરથી આવેલ વેચવાલીના ભારે દબાણ પાછળ સેન્સેક્સ ઇન્ટ્રા ડે 1449.52 તૂટીને 37011.09ના તળિયે ઉતરી આવ્યા બાદ કામકાજના અંતિમ તબક્કામાં શોર્ટ કવરિંગના પગલે કામકાજના અંતે 893.99 પોઇન્ટ તૂટીને 37576.62ની સપાટીએ નરમ રહ્યો હતો.સેન્સેક્સમાં બોલેલા ભારે કડાકાના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાં એક જ દિવસમાં રૂા. 3.29 લાખ કરોડનું ધોવાણ થતા તે રૂા. 144.31 લાખ કરોડના તળિયે ઉતરી આવ્યું હતું.

નિફ્ટીએ 11,000ની સપાટી ગુમાવી

વેચવાલીના ભારે દબાણના પગલે એન.એસ.ઇ. ખાતે પણ ઝડપી પીછેહઠ થતાં નિફ્ટી ઇન્ડેક્સ ઇન્ટ્રા ડે 11000ની મહત્ત્વની સપાટી ગુમાવીને 10,827ના તળિયે ઉતરી આવ્યા બાદ કામકાજના અંતે શોર્ટ કવરિંગ પાછળ 289.45ના કડાકા સાથે 10979.55ના મથાળે બંધ રહ્યો હતો.આમ, નિફ્ટીએ આજે મહત્ત્વની એવી 11,000ની સપાટી ગુમાવી દીધી હતી. શેરબજારમાં બોલેલા કડાકા વચ્ચે વિદેશી રોકાણકારો દ્વારા આજે રૂા. 3595 કરોડથી પણ વધુની વેચવાલી હાથ ધરી હતી. તો બીજી તરફ સ્થાનિક સંસ્થાઓ દ્વારા રૂા. 2544 કરોડની નવી લેવાલી હાથ ધરાઈ હતી.

ડાઉજોન્સમાં 433 પોઇન્ટનું ગાબડું

કોરોના વાઇરસના કારણે વૈશ્વિક અર્થતંત્રની ગતિ રૂંઘાવાની ભીતિ પાછળ આજે પણ અમેરિકી શેરબજારો તૂટયા હતા. મોડી સાંજે ડાઉજોન્સ ઇન્ડેક્સ 433 પોઇન્ટ તૂટીને 25688ની સપાટીએ ઉતરી આવ્યો હતો હવે જ્યારે નાસ્ડેક 151 પોઇન્ટ તૂટી 8584ની સપાટીએ નરમ રહ્યો હતો.

સેન્સેક્સના પ્રચંડ કડાકા

૧ ફેબુ્ર. ૨૦૨૦૯૮૮
૬ માર્ચ ૨૦૨૦૮૯૪
૨ ફેબુ્ર. ૨૦૧૮૮૪૦
૨૪ ફેબુ્ર. ૨૦૨૦૮૦૭
૮ જુલાઈ ૨૦૧૯૭૯૩
૬ જાન્યુ ૨૦૨૦૭૮૮
૩ સપ્ટે. ૨૦૧૯૭૭૦

વૈશ્વિક સોનું પણ ઉછળીને 1700 ડોલર નજીક પહોંચ્યું

વૈશ્વિક બજારોમાં ડોલરની મજબૂતાઈને પગલે વૈશ્વિક ફંડો તેમજ રોકાણકારો પુન: સોના તરફ વળતાં આજે ત્યાંના બજારોમાં સોનું ઉછળી જતાં ઘરઆંગણે પણ સોનામાં આગઝરતી તેજી જોવા મળી હતી. જેમાં અમદાવાદ બુલિયન બજારમાં સોનું રૂ. 46,000ની સપાટીથી વેંત છેટું રહ્યું હતું.કોરોના વાઇરસના ઉપદ્રવને કારણે વૈશ્વિક અર્થતંત્રને ભારે નુકસાન પહોંચવાના ગઇકાલે રજૂ થયેલા અંદાજ બાદ વૈશ્વિક બજારમાં ડોલરમાં ઝડપી સુધારો નોંધાયો હતો. તો બીજી તરફ ક્રૂડના ભાવમાં પીછેહઠ થવા પામી હતી.વૈશ્વિક આર્થિક સ્તરે ડહોળાયેલા વાતાવરણ વચ્ચે ફંડો તેમજ રોકાણકારો સોના તરફ વળતાં નવી લેવાલી પાછળ વૈશ્વિક સોનું ઉછળીને 1690.50 ડોલર થયા બાદ છેલ્લે 1686.60 ડોલર મુકાતું હતું. આ અહેવાલો પાછળ તેમજ ઘરઆંગણે ડોલર ઉછળતાં કિંમતી ધાતુઓની આયાત પડતર પણ ઊંચી જતાં સ્થાનિક બજારોમાં સોનામાં ઝડપી ઉછાળો નોંધાયો હતો. અમદાવાદ બુલિયન બજારમાં આજે સોનું રૂ. 1100 ઉછળીને 45800ની ઊંચી સપાટીએ પહોંચી જવા પામ્યું હતું. જ્યારે ચાંદી રૂ. 1000 ઉછળી 48000 બોલાતી હતી.

રૂપિયાએ ઇન્ટ્રાડે ગુમાવેલી 74ની મહત્ત્વની સપાટી

કોરોના વાઇરસના ઉપદ્રવ વધતા વૈશ્વિક અર્થતંત્રની વૃધ્ધિ ખોરવાઈ જવાની ભીતિ પાછળ ડોલર ઝપડથી ઊંચકાતા ભારતીય રૂપિયાએ આજે ઇન્ટ્રાડે 74નું મથાળું ગુમાવી દીધું હતું. હૂંડિયામણ બજારમાં ડોલરની મજબૂતાઈને પગલે ભારતીય રૂપિયામાં આજે કામકાજનો પ્રારંભ કડાકા સાથે એટલે કે 73.94ના તળિયે થયા બાદ ડોલરમાં નીકળેલી નવી લેવાલી પાછળ રૂપિયો ઇન્ટ્રાડે તૂટીને 74નો મથાળું ગુમાવી 74.08 તળીયે ઉતરી આવ્યો હતો.જો કે પાછળથી બેંકો દ્વારા ડોલરમાં વેચવાલી હાથ ધરાતાં રૂપિયાએ ગુમાવેલી સપાટી પૈકીની કેટલીક સપાટીઓ પરત હાંસલ કરી હતી.  જો કે આમ છતાં કામકાજના અંતે તે નરમ રહ્યો હતો. આજે અમેરિકન ડોલર સામે રૂપિયો કામકાજના અંતે 46 પૈસા તૂટીને 73.79 ના મથાળે નરમ રહ્યો હતો. જ્યારે બ્રેન્ટ ક્રૂડ, ફ્યુચર 4 ટકા તૂટીને 48.02 ડોલર બોલાતો હતો.

READ ALSO

Related posts

ફફડાટ / જામનગરમાં વધુ બે ઓમિક્રોનના શંકાસ્પદ દર્દી નોંધાયા, તંત્રની ચિંતા વધી

Zainul Ansari

મોટા સમાચાર: બેલ્જીયમના એક પ્રાણી સંગ્રહાલયમાં કોરોનાની એન્ટ્રી, બે હિપોપોટેમસ થયા સંક્રમિત

pratik shah

Big Breaking / બુલંદશહરમાં RLD નેતાના કાફલા પર હુમલો, 50 રાઉન્ડ ગોળીઓ ચાલી: 1 મોત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!