GSTV
Gujarat Government Advertisement

ગાંધીના ગુજરાતમાં જ મહાત્મા ગાંધી નથી સેફ, અસામાજિક તત્વોએ તોડી નાખી મૂર્તિ

Last Updated on January 4, 2020 by

અમરેલીના લાઠીમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. લાઠીના અકાળા રોડ પર આવેલા હરિકૃષ્ણ સરોવરમાં બ્યુટીફીકેશન માટે લગાવામાં આવેલી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની મૂર્તિને તોડી પાડવામાં આવી છે. મહાત્મા ગાંધીની મૂર્તિ તોડી પાડવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડી પાડવાની જાણ થતા જ ચેમ્બર ઓફ કોમર્સ, ખેડૂત સંગઠનો સહિત મોટી સંખ્યામાં ગામના આગેવાનો સહિત પોલીસ કાફલો તળાવ ખાતે પહોંચ્યા છે.

તાત્કાલિક ધોરણે અસામાજિક તત્વો સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી છે. અમરેલીના લાઠીના અકાળા રોડ પર આવેલું હરિકૃષ્ણ સરોવર. છેલ્લા થોડા વર્ષો પહેલા આ સરોવર ધોળકીયા ફાઉન્ડેશન અને રાજ્યસરકારના સહકારથી બંધાવવામાં આવ્યું છે. આ વિસ્તારમાં સરોવર પર્યટક સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. દરરોજના મોટી સંખ્યામાં આ તળાવમાં લોકો ફરવા આવી રહ્યા છે. ત્યારે આ સરોવરના કિનારે દેવી-દેવતાઓની વિશાલ મૂર્તિઓ તેમજ રાષ્ટ્રીય પુરુષોના સ્ટેચ્યુ લગાવવામાં આવ્યા છે.

પરંતુ છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો દ્વારા આ તળાવની ફરતેના વૃક્ષો, તખ્તીઓ તેમજ રાષ્ટ્રીય પુરુષોના સ્ટેચ્યુને નુકશાન પહોંચાડી રહ્યા છે. ત્યારે આજે અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડી પાડવામાં આવ્યું હોવાના આક્ષેપો લાગી રહ્યા છે. ગાંધીજીની પ્રતિમાને નુકશાન પહોંચાડવામાં આવતા અસામાજિક અને વિકૃત માનસિકતા લોકો સામે રાષ્ટ્રદ્રોહ સહિતનો ગુન્હો લગાવાવમાં આવે તેવી માંગ પણ કરી રહ્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ઝટકો/ કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર અસમના કદાવર નેતાએ કહ્યું જ્યાં સુધી રાહુલ ગાંધી છે ત્યાં સુધી કોંગ્રેસ નહીં આગળ વધે

Vishvesh Dave

ચીન ભરાયું/ ટોપના અધિકારી દીકરી સાથે ભાગીને અમેરિકા પહોંચ્યા, વુહાન લેબના વટાણા વેરી દેતાં યુએસ આક્રમક

Harshad Patel

બરોડા: સોશિયલ મીડિયા પર ઓળખ છુપાવી યુવતી સાથે આચર્યું દુષ્કર્મ, લવ જેહાદ હેઠળ નોંધાઈ પોલીસ ફરિયાદ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!