રાજ્યમાં પરપ્રાંતિયો પરના હુમલા બાદ અલ્પેશ ઠાકોર વિવાદમાં ફસાયા છે. ત્યારે પાસ કન્વીનર હાર્દિક પટેલે આ મામલે ફરી એક વખત ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. હાર્દિકે જણાવ્યું છે કે જો હુમલાઓ પાછળ અલ્પેશ ઠાકોર જવાબદાર હોય તો પછી સરકાર કેમ અલ્પેશ સામે કોઇ પગલાં નથી લઇ રહી. સરકારને એવું લાગતું હોય તો પછી અલ્પેશ ઠાકોર સામે તપાસ માટે સીટની રચના કરે. પરંતુ સરકારને ફક્ત કોંગ્રેસ પર ખોટા આક્ષેપો કરવાની ટેવ પડી ગઇ છે તેમ હાર્દિક પટેલે જણાવ્યું.