GSTV
Home » News » રફાલ મામલામાં આવેલા કેગ રિપોર્ટને લઈ દિગ્ગજ નેતાઓએ આપ્યા નિવેદન

રફાલ મામલામાં આવેલા કેગ રિપોર્ટને લઈ દિગ્ગજ નેતાઓએ આપ્યા નિવેદન

કેગનો રિપોર્ટ રજૂ થયા બાદ ભાજપે રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા. ભાજપના નેતા શાહનવાઝ હુસૈને જણાવ્યું કે રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટ તેમજ કેગ જેવી દેશની બંધારણીય સંસ્થાઓ પર ભરોસો નથી. અને લોકોને ગુમરાહ કરવા ફક્ત જુઠ્ઠાણાઓ ફેલાવી રહ્યા છે.

ફારુક અબ્દુલ્લા

બીજી તરફ નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાએ કેગના રિપોર્ટ મુદ્દે પ્રતિક્રિયા આપી. ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું કે રફાલ મુદ્દે જો જેપીસીની રચના થઇ હોત તો વધુ કેટલાક તથ્યો સામે આવી શકત. ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું કે રફાલ મામલામાં જે પણ હકીકતો હોય તે મોદી સરકારે પ્રજાજનો સમક્ષ મુકવી જોઇએ.

મમતાએ મોદી સરકારને લીધા આડેહાથ

બીજી તરફ તૃણમુલ કોંગ્રેસના અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ પણ સંસદ પરિસરમાં મોદી સરકારને આડેહાથ લીધી. સંસદમાં જતા પહેલા મમતા બેનર્જી અને ટીએમસીના નેતાઓએ પરિસરમાં રહેલી ગાંધીજીની પ્રતિમા સમક્ષ પ્રાર્થના કરી હતી. મમતા બેનર્જીએ જણાવ્યું કે તેમણે દેશનું બંધારણ બચાવવા અને મોદીને હટાવવા ગાંધીજી સમક્ષ પ્રાર્થના કરી છે.

Read Also

Related posts

PMC બેન્ક કૌભાંડઃ પોલીસે કરી બેન્કના પૂર્વ ડાયરેક્ટરની ધરપકડ

Kaushik Bavishi

VIDEO: અચાનાક દેખાયો 13 ફૂટનો કિંગ કોબ્રા, મચી ગયો હડકંપ….

pratik shah

નવસારીના જમાલપોર ગામે થયો હોબાળો, વિધર્મી યુવાને યુવતિને ફસાવી પ્રેમજાળમાં પછી..

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!