GSTV
Home » News » રાજ્યમાં સીઝનનો 94.89 ટકા વરસાદ નોંધાયો, 204 જળાશયોમાં 73.89 ટકા જળસંગ્રહ થયો

રાજ્યમાં સીઝનનો 94.89 ટકા વરસાદ નોંધાયો, 204 જળાશયોમાં 73.89 ટકા જળસંગ્રહ થયો

રાજ્યમાં ચાલુ વર્ષે પડેલા ભારે વરસાદને પગલે રાજ્યના જળાશયોના પાણીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં સીઝનનો 94.89 ટકા વરસાદ નોંધાયો છે. 29 ઓગસ્ટની સ્થિતિએ રાજ્યના કુલ 204 જળાશયોમાંથી 35 જળાશયો 25 થી 50 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 35 જળાશયો છલકાયા છે. 54 જળાશયો 70 થી 100 ટકા તેમજ 22 જળાશયો 50 થી 70 ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના 85.33 ટકા ભરાયું છે.

ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 34.40 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 95.05 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 82.85 ટકા, કચ્છના 20 જળાશયોમાં 66.29 ટકા અને સૌરાષ્ટ્રના 139 જળાશયોમાં 54.79 એમ રાજ્યમાં કુલ-204 જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો 73.89 ટકા એટલે 4 લાખ 11 હજાર 358.66 મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. પાંચ હજાર ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં 4 લાખ 46 હજાર 725 કડાણામાં 84 હજાર 522..ઉકાઇમાં 70 હજાર 763,વણાકબોરીમાં 69 હજાર 357, પાનમમાં 6 હજાર 148 ક્યુસેકનો સમાવેશ થાય છે.મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 95.05 ટકા પાણી જોવા મળ્યું છે.

ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર

  • અત્યાર સુધીમાં સીઝનનો સરેરાશ વરસાદ ૯૪.૮૯ ટકા
  • રાજ્યના કુલ ૨૦૪ ડેમ પૈકી ૩૫ જળાશયો છલકાયા
  • ૭૦થી ૧૦૦ ટકા પાણીનો સંગ્રહ – ૫૪ ડેમ
  • ૫૦ થી ૭૦ ટકા પાણીનો સંગ્રહ – ૨૨ ડેમ
  • ૨૫ થી ૫૦ ટકા પાણીનો સંગ્રહ- ૩૫ ડેમ
  • કુલ ૨૦૪ ડેમમાં હાલ ૩,૯૭,૮૧૭.૪૬ એમસીએફટી જળસંગ્રહ
  • તમામ ડેમમાં મળીને કુલ ૭૧.૯૪ ટકા પાણીનો જથ્થો
  • સરદાર સરોવર ડેમમાં હાલ ૨,૮૧,૨૪૧.૬૦ એમસીએફટી પાણીનો સંગ્રહ
  • સરદાર સરોવર ડેમમાં કુલ સંગ્રહશક્તિ ના ૮૪.૧૮ ટકા પાણી

READ ALSO

Related posts

‘તમારા ઘરમાં અનેક આત્મા રહે છે વિધિ નહીં કરાવો તો સત્યાનાશ થઈ જશે’ કહી તાંત્રિકે દુષ્કર્મ આચર્યું

Mayur

સાઉથની આ પાંચ અભિનેત્રીઓ છે અત્યંત ખૂબસૂરત, બોલિવુડમા છે તેમની ચર્ચા

pratik shah

ઠંડીમાં જો તમે આ રીતે સૂવાથી થઈ શકે છે નુકશાન, શરીરને થાય છે ખૂબ ગંભીર અસર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!