GSTV

રાજ્યમાં હજુ વરસાદની સિસ્ટમ સક્રિય, હવામાન વિભાગે ફરી કરી છે આગાહી

Last Updated on September 8, 2018 by

રાજ્યમાં વરસાદી સિસ્ટમ ફરી સક્રિય થઈ છે. જેના ભાગરૂપે અનેક શહેરોમાં વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. અમદાવાદમાં પણ વરસાદી વાતાવરણ છવાયું છે. હજુ સુધી રાજ્યમાં સરેરાશ 76 ટકા વરસાદ નોંધાયો છે. આમ ગત વર્ષની સરખામણીએ ગુજરાતમાં આ વખતે વરસાદનું પ્રમાણ સાધારણ રહ્યું છે.

જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વરસાદની હજુ પણ જરૂર છે. જોકે આજે સાબરકાંઠાના હિંમતનગરમાં વરસાદનું આગમન થયું છે. તો બીજી તરફ અમરેલીમાં પણ વરસાદ વરસ્યો છે. ત્યારે હજુ પણ પાકને પુરતું પાણી સાથે કેનાલ અને જળાશયોમાં નવાનીરની જરૂર છે. જેને લઈ ખેડૂતોમાં પણ ચિંતાનું મોજુ છે. ત્યારે મેઘરાજાની મહેર થાય તેવુ તમામ વ્યક્તિ ઈચ્છી રહ્યો છે. કાઠીયાવાડના કેટલાક વિસ્તારમાં તો સારો વરસાદ રહ્યો છે. પણ પાકના છેલ્લા તબક્કામાં પાણીની પુરતી માટે વરસાદની રાહ જોવાઈ રહી છે.

Related posts

Tokyo Olympics / રેસલિંગમાં ગુરુવારે મળશે ગોલ્ડ! રવિ દહિયા બતાવશે કુસ્તીના દાવ: કંઇક આવો છે ગુરુવારનો ભારતનો કાર્યક્રમ

Zainul Ansari

અમદાવાદમાં 584 કરોડના ખર્ચે નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે

pratik shah

જ્યોતિષશાસ્ત્ર / ગુડ લુકિંગ હોય છે આ 4 રાશિઓના યુવાનો, યુવતીઓને ઇમ્પ્રેસ કરવામાં હોય છે માહેર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!