GSTV
Gujarat Government Advertisement

1 લાખની વસતીએ જાણો કેટલા થાય છે ગુજરાતમાં કોરોના ટેસ્ટ, હાઈકોર્ટમાં સરકારે આપ્યો આ જવાબ

Last Updated on August 17, 2020 by Karan

કોરોના અંગેના સુઓમોટમાં રાજ્ય સરકારે હાઇકોર્ટમાં જવાબ ફાઇલ કરી રજૂઆત કરી હતી કે છેલ્લાં 15 દિવસથી ગુજરાતમાં દર એક લાખની વસતીએ 450 કોરોના ટેસ્ટિંગ થઇ રહ્યા છે. એક સમયે રાજ્યમાં રોજના ચારથી પાંચ હજાર ટેસ્ટ થતાં હતાં, પરંતુ છેલ્લાં કેટલાંક દિવસોથી રોજના ચાલીસથી પચાસ હજાર ટેસ્ટ થઇ રહ્યા છે.

સરકારનો ટેસ્ટિંગ અંગેના આંકડાઓ સાથે કોર્ટમાં જવાબ

કોરોના ટેસ્ટિંગમાં ગુજરાત તળિયે શા માટે છે તેઓ સવાલ હાઇકોર્ટે ગત સુનાવણીમાં કર્યો હોવાથી સરકારે ટેસ્ટિંગ અંગેના આંકડાઓ સાથે કોર્ટમાં જવાબ રજૂ કર્યો છે.  રાજ્ય સરકારે જવાબમાં રજૂઆત કરી છે કે ગુજરાતમાં 13મી ઓગસ્ટ સુધીમાં કુલ 11,59,822 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. આઇ.સી.એમ.આર. (ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ)ની ભલામણ છે કે દર એક લાખની વસતિએ 140 ટેસ્ટ કરવામાં આવે.

દર 1 લાખની વસતિએ 450 ટેસ્ટ

પરંતુ છેલ્લાં 15 દિવસથી સરકાર દર એક લાખની વસતિએ 450 ટેસ્ટ કરી રહી છે. જે આઇ.સી.એમ.આર.ની ભલામણ કરતા પણ વધુ છે. એક સમયે રાજ્યમાં રોજ આશરે 22 હજાર ટેસ્ટ થતાં હતાં પરંતુ અત્યારની પરિસ્થિતિએ રોજ પચાસ હજાર આસપાસ ટેસ્ટ થાય છે. નવ જિલ્લાઓમાં કોવિડ ટેસ્ટિંગ લેબોરેટરીની સુવિધાન ન હોવાના પ્રશ્ન અંગે સરકારે જવાબ રજૂ કર્યો છે કે કોવિટ ટેસ્ટિંગ માટેની આઇ.સી.એમ.આર.ની માર્ગદર્શિકા ખૂબ જ સ્પષ્ટ અને પારદર્શક છે.

કોરોના

કોવિડ ટેસ્ટિંગ માટેની સુવિધા દરેક જિલ્લામાં

લેબોરેટરી માટેના પ્રોટોકોલ અને ધારાધોરણોમાં ખરી ઉતરનારી લેબોરેટરીને જ ટેસ્ટિંગ હાથ ધરવાની પરવાનગી આપવામાં આવે છે. જો કે અત્યારે દરેક જિલ્લામાં આર.ટી.-પી.સી.આર. અને તેને સમકક્ષ કોવિડ ટેસ્ટિંગ માટેની સુવિધા દરેક જિલ્લામાં ઉભી કરવામાં આવી છે.

આ હોસ્પિટલોમાં આપી શકાય છે સેમ્પલ

અર્બન હેલ્થ સેન્ટર, પબ્લિક હેલ્થ સેન્ટર, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, જિલ્લા હોસ્પિટલ, તાલુકા હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજોને સંલગ્ન હોસ્પિટલોમાં કોઇપણ વ્યક્તિના સેમ્પલ આપી શકાય છે અને આ સેમ્પલને નજીકની હોસ્પિટલમાં ટેસ્ટિંગ માટે મોકલી રિપોર્ટ કરાવવામાં આવે છે. આ ઉપરાંત એન્ટિજન ટેસ્ટિંગની વ્યવસ્થા દરેક જિલ્લાના દરેક વિસ્તારોમાં અપાઇ છે, જેથી કોઇપણ વ્યક્તિને ટેસ્ટિંગ માટે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં મુસાફરી કરવી પડે તેવી પરિસ્થિતિ નથી.

Corona

વટવાના કોર્પોરેટર કોરોના પોઝિટિવ

શહેરના વટવા વોર્ડના મહીલા કોર્પોરેટર પુષ્પાબહેન મિસ્ત્રી કોરોના પોઝિટિવ થયા છે.આ અંગે મળતી માહીતી અનુસાર, વટવા વોર્ડના કોર્પોરેટરનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતાં તેમને એસ.વી.પી.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.ગત માર્ચ મહીનાથી અમદાવાદમાં કોરોના સંક્રમણ શરૂ થયા બાદથી અત્યારસુધીમાં ભાજપ અને કોંગ્રેસના 25 થી પણ વધુ કોર્પોરેટરો કોરોના પોઝિટિવ થયા છે.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

લખનઉના મેડિકલ સુવિધાથી વંચિત ગામમાં કોરોના જેવાં લક્ષણોથી 15નાં મોત, ગ્રામ્યજનોમાં ફફડાટ

Dhruv Brahmbhatt

તૌકતે વાવાઝોડાની અસર: કર્ણાટકના 73 ગામો થયા પ્રભાવિત, મેંગલોરમાં પલટ્યું જહાજ

Pritesh Mehta

સંકટ વચ્ચે રાહત/ રાજ્યમાં કેસોમાં નોંધાયો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 8 હજાર 210 સંક્રમિતો નોંધાયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!