GSTV
Home » News » દુલ્હનને એક તોલો સોનું આપશે રાજ્ય સરકાર, શરૂ કરી આ નવી યોજના

દુલ્હનને એક તોલો સોનું આપશે રાજ્ય સરકાર, શરૂ કરી આ નવી યોજના

આસામની સરકાર અરૂંધતિ યોજના અંતર્ગત દુલ્હનને એક તોલા સોનું આપવાની જાહેરાત કરી છે. મંગળવારે ગુવાહાટીમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે આ યોજનાને મંજૂરી આપતા દુલ્હનના માતા-પિતાને મફતમાં એક તોલુ સોનુ આપવાની જાહેરાત કરી છે.

જોકે, આ યોજનાનો લાભ તે પરિવાર જ ઉઠાવી શકે છે જે આર્થિ રીતે કમજોર છે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે આ યોજના આ વર્ષે રાજ્યના બજેટમાં પ્રસ્તાવિત હતી. બાળ લગ્ન નિષેધ અધિનિયમ અંતર્ગત અરૂંધતિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં બાળ લગ્નની સંખ્યાને ઓછી કરવાનો છે. બાળ લગ્ન નિષેધ અધિનિયમ અનુસાર ભારતમાં કોઇ પણ યુવતિના લગ્ન 18 વર્ષથી પહેલા અને યુવકના લગ્ન 21 વર્ષથી પહેલા થઇ શકે નહીં.

જોકે, આ યોજનાનો લાભ કોઇ પણ જાતિ, પંથ, ધર્મને માનતા તે પરિવાર લઇ શકે છે જેની વાર્ષિક આવક પાંચ લાખથી ઓછી છે. કેબિનેટ બેઠકમાં સરકારે તમામ સરકારી ઓફિસો અને કામકાજના સ્થળો પર ફરજિયાત સેનેટરી નેપકીન રાખવાનો પણ નિર્ણય લીધો છે. આ નિર્ણય કામકાજના સ્થળ પર મહિલાઓમાં વ્યક્તિગત સાફ-સફાઇને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

ન્યૂયોર્કમાં રહેતા બધિર વ્યક્તિએ પોર્ન વેબસાઈટો પર કર્યો કેસ, આ કારણે વિડિયોનો આનંદ ન માણી શકવાનો લગાવ્યો આરોપ

Mansi Patel

ડિસ્કાઉન્ટ જ ડિસ્કાઉન્ટ! 4,999 રૂપિયામાં ઘરે લઇ આવો આ કંપનીનું LED TV, ફરી નહી મળે આવી જબરદસ્ત ઑફર

Bansari

લેફ્ટીનેન્ટ જનરલ એસકે સૈની 25 જાન્યુઆરીએ નવા નાયબ સેના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!