GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

દલિત યુવક હિંસા મામલે રાજ્ય સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, પીડિતોને આપશે આટલી સહાય

મોડાસાના ખંભીસર ગામે દલિત યુવકના વરઘોડામાં થયેલી હિંસા મામલે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે અને ખંભીસર વરઘોડાના પીડિતોને એક લાખ સુધીની સહાય ચુકવવાનુ નક્કી કર્યુ હોવાનું સુત્ર કહી રહ્યા છે. અંદાજે આઠ પીડિતોને રાજ્ય સરકાર સહાય ચુકવવા તૈયાર થઈ છે અને આ આઠેય પીડિતોને એક એક લાખ સુધીની ચુકવણી કરાશે તેમ સુત્ર કહી રહ્યા છે.

ઉલ્લેખનિય છે કે, મોડાસાના ખંભીસર ગામે દલિત યુવકના લગ્નની જાન નીકળી ત્યારે રસ્તામાં ભજન મંડળીઓની બહેનો બેસી ગઈ હતી અને આ સમયે ઘર્ષણ થતા પથ્થરમારાનો બનાવ બન્યો હતો. વરઘોડાં રહેલા સંગીતના સાધનોની તોડફોડ થઈ હતી અને બાદમાં અધુરો વરઘોડો પરત ફર્યો હતો.

Uttarakhand dalit youth

જોકે બીજા દિવસે સઘન સુરક્ષા વચ્ચે દલિત યુવકની જાન નીકળી હતી અને લગ્ન સમારંભ બાદ 300 લોકોના ટોળા સામે દલિત પરિવારે ફરિયાદ નોંધવતા ધરપકડનો દોર શરૂ થયો હતો.અને સમગ્ર ગામમા સન્નાટો છવાયો હતો. બીજીતરફ દલિત નેતા જીગ્નેશ મેવાણીએ પણ પીડિત પરિવારની મુલાકાત લઈને દિલ્હી સુધી જવાની ચીમકી ઉચ્ચારી હતી. તો વળી, રાજ્ય સરકારે પણ દલિતોને સુરક્ષાની ખાતરી આપી હતી. ખંભીસર ગામે વરઘોડામાં થયેલા ઘર્ષણમાં વરરાજાના કાકાને પણ ઈજા થઈ હતી.

Read Also

Related posts

અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં હાહાકાર, એક સાથે 17 Corona કેસથી આયોજનો ધબાયે નમ:

Arohi

હવે સુરત જિલ્લામાં કોરોનાએ ફટકારી સદી, અડધી પીચે રમતી સરકાર સામે જીતી જશે કોરોના

Bansari

બધાના કોરોના ટેસ્ટ શક્ય નથી: મુંબઈ અને અમદાવાદના કેટલાક હોટસ્પોટ્સમાં પથારીની અછત, ICMRએ હાથ અદ્ધર કર્યા

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!