GSTV

બજેટમાં રૂપાણી સરકારે દુકાનદારોને કર્યા ખુશ : 30 લાખથી વધુ લોકોને થશે સીધો ફાયદો

કોરોના

નાના વેપારીઓને રાજ્ય સરકારે વીજ કરમાં રાહત આપી, વીજ કરમાં 5 ટકાનો રાજ્ય સરકારે ઘટાડો કર્યો છે. તેનાથી રાજ્ય સરકારની આવકમાં રૂ.320 કરોડની આવકમાં ઘટાડો થશે. કોલ્ડ સ્ટોરેજ પર હાલ જે 20 ટકા વીજ દર છે તે 10 ટકા કરાય છે. ધાર્મિક સ્થળોમાં વીજ કર હાલમાં 25 ટકા પ્રમાણે ઘટાડો કરાયો છે. ધાર્મિક સ્થળોના વીજ દરમાં શહેરી વિસ્તારમાં 15 ટકા અને ગ્રામ્ય વિસ્તારોમાં 7.50 ટકા ઘટાડો કરાયો છે. ધર્મશાળાઓમાં પણ વીજકરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ધર્મશાળાઓમાં હાઈ ટેન્શનમાં 20 ટકા અને લૉ ટેન્શન માટે 10 ટકા વીજ કર કરવામાં આવ્યો છે.

કોલ્ડ સ્ટોરેજ ઉપરનો વીજ કર  

 • હાલ ૨૦ ટકાના દરે વીજ કર  છે તે ઘટાડીને દસ ટકા કરવામાં આવશે 
 • આ દરખાસ્તથી રાજ્યની વેરાકીય આવકમાં રૂ.૩.૬૦ કરોડની ઘટ થવાનો અંદાજ

ધાર્મિક સ્થળો પરનો વીજ કર   

 • વિવિધ ધાર્મિક સ્થળે ૨૫ ટકાના દરે વીજ કર ઘટાડો કરાયો
 • શહેરી વિસ્તારમાં ૧૫ ટકા અને ગ્રામ્ય વિસ્તારોમાં ૭.૫ ટકા કરાયો
 • રાજ્યની વેરાકીય આવકમાં રૂ. ૫.૧૧ કરોડનો ઘટાડો થવાનો અંદાજ
 • ધર્મશાળાઓમાં ૨૫ ટકા વીજ કરમાં એચપીમાં ૧૫ ટકા અને એલટીમાં ૧૦ ટકા લાગુ કરાયો
 • આ ઘટાડાના કારણે રાજ્યની વેરાકીય આવકમાં રૂ. ૧.૪૫ કરોડનો ઘટાડો થશે

વીજ કર  

 • દુકાનદારો પાસેથી લેવાતો ૨૫ ટકા વીજ કર ઘટાડીને ૨૦ ટકા કરવાની દરખાસ્ત
 • આનાથી રાજ્યના ૩૦ લાખ દુકાનદારોને વેપારીઓ અને કારીગરોને ફાયદો થશે

અંદાજ પત્રની આખરી સ્થિતિ  

 • અંદાજ અનુસારની પુરાંત               રૂ. ૬૦૫.૪૩ કરોડ
 • વીજ કરમાં સૂચિત ઘટાડો-રાહતો રૂ. -૩૩૦.૧૬ કરોડ
 • એકંદર અંદાજિત પુરાંત               રૂ. ૨૭૫.૨૭ કરોડ

અત્યાર સુધી નાના વેપારી પાસેથી 25 ટકા વીજ કર વસૂલાતો હતો. નવા વીજ કર પ્રમાણે હવે 20 ટકા કરની વસૂલાત કરાશે. દુકાનો, ઓફિસો, ફોટો સ્ટુડિયો, સલૂન સાહિતનાઓ પર વીજ કર 25 ટકા હતો જેમાં 5 ટકાનો ઘટાડો કરાયો છે. જેનાથી રાજ્યના 30 લાખથી વધુ દુકાનદારોને સીધો ફાયદો થશે. આમ 329 કરોડની કર રાહત આપતા આગામી વર્ષના અંતે 276 કરોડની બચત પુરાંત રહેવાનો અંદાજ છે.

READ ALSO

Related posts

વિશ્વમાં 2008થી પણ અર્થતંત્રમાં ભયંકર મંદી , IMFએ આપી આ ગંભીર ચેતવણી

Karan

પાટણમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત, સિદ્ધપુરની સોસાયટીને પણ સેનિટાઈઝ કરાઈ

Ankita Trada

થૂક લગાવીને વેચી રહ્યો હતો ફળ, Video વાયરલ થતાં જ થઇ ગયાં આવા હાલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!