રાજયમાં પડી રહેલા ભારે વરસાદને લઈને રાજયના કેબિનેટ પ્રધાન અસરગ્રસ્ત જિલ્લાની મુલાકાત લેશે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ગીર સોમનાથ, આર.સી. ફળદુ અમરેલી તો જયેશ રાદડિયા જૂનાગઢની મુલાકાત લશે. આ ઉપરાંત મહેસુલ પ્રધાન કૌશિક પટેલ વલસાડ અને ગણપત વસાવા ડાંગની મુલાકાતે જશે. જ્યા તેઓ બચાવ કાર્યની સમિક્ષા કરશે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની સ્થિતિ સૌથી ખરાબ છે. અત્યારસુધી અોફિસોમાં બેસી વહીવટી કામગીરી કરતા રાજ્યના મુખ્યંત્રી સહિત કેબિનેટમંત્રીઅો હવે ફિલ્ડ પર ડઈ રહ્યાં છે. સબ સલામત હવે અાલબેલ પોકારતા રૂપાણીને હવે સ્થિતિ ગંભીર હોવાનું હવે સમજાયું છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ
રાજ્યના કેબિનેટ પ્રધાનો અસરગ્રસ્ત વિસ્તારની લેશે મુલાકાત
સીઅેમ રૂપાણી ગીર સોમનાથની લેશે મુલાકાત
જૂનાગઢની મુલાકાતે અાવશે જયેશ રાદડિયા
અારસી ફળદું અમરેલીની મુલાકાત લેશે
કોશિક પટેલ વલસાડની મુલાકાત લેેશે
ડાંગની મુલાકાતે જશે ગણપત વસાવા