GSTV
Home » News » જમ્મુ કાશ્મીરની સ્થિતિ અંગે રાજ્યના વહીવટી તંત્રએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને રિપોર્ટ સોંપ્યો

જમ્મુ કાશ્મીરની સ્થિતિ અંગે રાજ્યના વહીવટી તંત્રએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને રિપોર્ટ સોંપ્યો

જમ્મુ કાશ્મીરની સ્થિતિ અંગે રાજ્યના વહીવટી તંત્રએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ખીણમાં શાંતિનો માહોલ છે. અને બકરી ઇદ પર ૩૦૦થી વધારે ટેલિફોન બૂથ પર કોલ કરવાની સુવિધા પૂરી પાડવામાં આવી હતી.

ઇદની ઉજવણી અંગે રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ કે, બાંદીપોરામાં ૭ હજાર, બારામુલામાં ૧૦ હજાર, કુપવાડામાં ૩ હજાર ૫૦૦, કુલગામમાં ૧૧ હજાર ૫૦૦ અને શોપિયામાં ૩ હજાર લોકોએ ઈદની નમાઝ અદા કરી હતી. જ્યારે જમ્મુના પાંચ જિલ્લામાં તમામ પ્રતિબંધને હટાવી દેવામાં આવ્યા છે.

ઇદના દિવસે ૫ હજાર કોલ કરવાની સુવિધા જમ્મુ કાશ્મીરના વહીવટી તંત્રએ આપી હતી. રિપોર્ટ મુજબ ૫૦ ટકા દુકાન ખુલી હતી. જે દરમ્યાન અઢી લાખ બકરીની ખરીદી પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત શ્રીનગરમાં સઘન સુરક્ષા વ્યવસ્થા હોવાનો ઉલ્લેખ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

આ મહિલાના હાથમાં છે અમેરિકાની પરમાણું તાકાત, ભારત સાથે છે ખાસ સંબંધ

Nilesh Jethva

ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 15થી વધુ ઘાયલ, ત્રણ લોકો નદીમાં ખાબક્યા

Nilesh Jethva

દિલ્હી હિંસાને લઈને અમિત શાહે બોલાવી ઇમરજન્સી બેઠક, ટ્રમ્પના રોકાણ સ્થાનેથી માત્ર 20 કિમીના અંતરે ભડકી છે હિંસા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!