GSTV
Bollywood Entertainment Trending

ફાતિમા સના શેખ સાથે આમિર ખાનનો વીડિયો થયો વાયરલ, લોકોએ કહ્યું ‘આ વખતે ઓનસ્ક્રીન દીકરી સાથે લગ્ન…

આમિર ખાન અને ફાતિમા સના શેખ પિકલ બોલની ગેમ સાથે રમી રહ્યાનો વીડિયો વાયરલ થતાં બંનેના અફેરની અફવાઓ ફરી શરુ થઈ છે. જોકે, લોકોએ આમિરને ભારે ટ્રોલ કર્યો હતો.

ફાતિમા સના શેખની વય ૩૧ વરસ અને આમિર ખાન ૫૮ વરસનો છે. બન્ને વચ્ચે વયમાં ૨૭ વરસનો તફાવત છે. ‘દંગલ’ ફિલ્મ પછી તેમનાં અફેરની અફવાઓ શરુ થઈ હતી. એક તબક્કે તો બંનેએ ખાનગીમાં લગ્ન કરી લીધાં છે એવી અફવાઓ પણ ચર્ચાઈ હતી.

આમિર અને બીજી પત્ની કિરણનાં લગ્નજીવનનાં અંત માટે આમિર અને ફાતિમા સના શેખની વધેલી નિકટતા જ જવાબદાર હોવાનું ચર્ચાયું હતું. .

આમિર ખાન પહેલાં રીમા દત્તાઅને પછી કિરણ રાવએમ બંનેને છૂટાછેડા આપી ચૂક્યો છે. રીનાથી આમિરને પુત્ર ઝુનેદ એને દીકરી ઈરા છે. ઈરાએ તાજેતરમાં જ સગાઈ કરી છે. આમિર અને કિરણે ૧૫ વરસના લગ્નજીવન પછી છૂટાછેડા લીધા હતા. તેમને આઝાદ રાવ ખાન નામનો પુત્ર પણ છે.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રમાં અમિત શાહના રાહુલ પર પ્રહાર: ‘રાહુલ બાબા દેશને બદનામ કરવામાં વ્યસ્ત, ભારતમાં બહુ ઓછા લોકો તેમની વાત સાંભળે છે’

Hardik Hingu

નસીરુદ્દીન શાહે માંગવી પડી પાકિસ્તાનીઓની માફી, જાણો શું છે મામલો

Nakulsinh Gohil

WTC FINAL : શુભમન ગિલના આઉટ પર સર્જાયો વિવાદ, સોશિયલ મીડિયામાં #NOTOUT ટ્રેન્ડ થયું

Hardik Hingu
GSTV