ઈરાકની રાજધાની બગદાદમાં બરફની ચાદર ફરી વળતા નયમરમ્ય દ્રશ્ય સર્જાયું છે. જેને કારણે ઇરાકમાં સદીનો અદભૂત નજારો જોવા મળ્યો રહ્યો છે. બરફની ચાદર જોવા મળતા લોકો પણ ખુશખુશાલ થઈ ગયા હતા અને ક્રિડા કરતા જોવા મળ્યા હતા.

એક જ સદીમાં બીજીવાર થયેલી બરફ વર્ષાને કારણે બગદાદમાં બરફની ચાદર છવાઈ ગઈ છે. જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. બગદાદવાસીઓ ઘરમાંથી બહાર નિકળી હિમવર્ષાનો આનંદ લેતા નજરે ચડી રહ્યા છે.


જોકે બગદાદ રણ પ્રદેશમાં આવેલો હોવાથી ત્યાં મોટા ભાગનો સમય ઉનાળામાં વ્યતીત થાય છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લે ત્યાં 2008માં બરફ પડ્યો હતો પરંતંભ તે નહિવત કહી શકાય તેટલો હતો. અને આ વખતની ભારે હિમ વર્ષાનો લોકો ભરપૂર લુફ્ત ઉઠાવી રહ્યા છે.

ઇરાકના હવામાન વિભાગે કહ્યું કે, આગામી દિવસોમાં વધુ હિમવર્ષા થઈ શકે છે. ઉત્તર ઇરાકમાં હિમવર્ષા સામાન્ય છે પરંતું મધ્ય અને દક્ષિણ ઈરાકમાં ભાગ્યે જ જોવા મળે છે.

ત્યાં જ સરકાર વિરુદ્ધ વિરોધ કરી રહેલા લોકોની તાડપત્રી પર પણ બર્ફની સફેદ ચાદર જોવા મળી રહી છે.
READ ALSO
- સીરમ ઈન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ કરી જાહેરાત, આગની દુર્ઘટનામાં મૃત્યુ પામનારા 5 મજૂરોના પરિવારને આપશે 25 લાખ
- દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે
- સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…
- મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો
- ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેન કરશે કમબેક, એક તસવીરે આપ્યો આ સંકેત….