ડીએમને દોડતા જોઈને એસપીએ પણ દોડ લગાવી હતી, યોગી થઈ ગયા ગદગદ

ઉત્તરપ્રદેશના બહરાઈચ જિલ્લામાં વિકાસ કાર્યો અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિના નિરીક્ષણ માટે યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પહોંચ્યા હતા. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના પ્રોટોકોલમાં એક ઘણી રસપ્રદ તસવીર સામે આવી છે. બહરાઈચના મહિલા કલેક્ટર માલા શ્રીવાસ્તવ જિલ્લાને તમામ મામલામાં પાસ કરાવવા માટે એથ્લિટની જેમ ઝડપથી દોડતા દેખાયા હતા. ડીએમ દોડ લગાવે. તો એસપી પણ ક્યાં ઉભા રહેવાના હતા. ડીએમને દોડતા જોઈને એસપીએ પણ દોડ લગાવી હતી.

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ બહરાઈચ જિલ્લા વિકાસ અને કાયદો-વ્યવસ્થાના નિરીક્ષણ માટે નમ્બર વન થઈ ગયો છે. બહરાઈચ પહોંચેલા યોગીએ 189 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી બનેલી નવનિર્મિત મેડિકલ કોલેજ, ખાદ્યાન્ન વિક્રય કેન્દ્ર, પ્રાથમિક શાળાનું નિરીક્ષણ કર્યું અને બ્રિટિશકાળના કલેક્ટ્રેટમાં પહેલીવાર બે કલાક સુધી જિલ્લાના અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી.

આ સમીક્ષા બેઠક દરમિયાન નીતિ પંચના ઈન્ડિકેટરો પ્રમાણે બહરાઈચ જિલ્લાના રિપોર્ટમાં પ્રગતિની સ્પીડ જોઈને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ ગદગદ થયા હતા. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાતના આકાંક્ષાત્મક જિલ્લાઓમાં સામેલ બહરાઈચની વિકાસની ગતિ વધુ ઝડપી બનાવવાનો ભરોસો વ્યક્ત કર્યો હતો.

Read Also 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter