રહેવામાં આવે છે કે, જેના પાસે જેટલા પૈસા હોય છે તે તેનાથી વધારે પૈસાની લાલસા રાખે છે. પૈસા એવી વસ્તુ છે જેનાથી કોઈનું પણ ક્યારેય મન નથી ભરાતુ. કેટલીકવાર આખી જીંદગી પૈસાની પાછળ ભાગ્યા છતા માણસ ધનવાન નથી બની શકતો, તો કેટલીકવાર માણસને એટલા પૈસા મળી જાય છે કે તે વિશ્વાસ નથી કરી શકતો. આવો એક કિસ્સો ચિલીમાં જોવા મળ્યો છે. જ્યાં પૈસા મળવાથી એક વ્યક્તિ રાતોરાત માલામાલ થઈ જાય છે. પરંતુ, તેને મળેલા આ પૈસાએ સરકારની મુશ્કેલી વધારી દીધી છે.

સરકાર માટે બની મુસીબત
ચિલીમાં એક જુના બેંક સ્ટેટમેન્ટે ત્યાંની સરકારની મુશ્કેલી વધારી દીધી છે. એક્સક્વિએલ હિનોજોસા નામના એક વ્યક્તિએ પોતાના પિતાના જુના પિટારામાં 1960-70ના દશકમા જુની પાસબુક મળી હતી. તે પાસબુક મુજબ હિનોજોસાના પિતાના અકાઉન્ટમાં 1,40,000 હતા. હિનોજોસાના પિતા આ પૈસા જમા કરી રહ્યા હતા, કારણકે તે પોતાના માટે એક આલિશાન મકાન ખરીદી શકે. પરંતુ, તે દરમિયાન તેમની મોત થઈ ગઈ અને કોઈને જાણ ના થઈ કે પૈસા બેંકમાં સલામત રીતે રાખવામાં આવ્યા છે.
દશકો સુધી પાસબુક રહી પટારામાં
કેટલાક દશકો સુધી આ પાસબુક પટારામાં બંધ હતી. આટલા વર્ષો બાદ હિનોજોસાએ પટારો ખોલ્યો તો, તેને એ પાસુબક મળી. પાસબુક પર રૂપિયાનું મુલ્ય જોઈને તે પોતાની જાત પર વિશ્વાસ કરી શક્યો નહિ. પિતાના અકાઉન્ટમાં 1,40,000 રૂપિયા એટલે કે 163 ડોલર હતાં. વ્યાજ સાથે આજે આ રકમ આશરે 1 બિલિયન રૂપિયા એટલે કે 1.2 મિલિયન ડોલરથી વધારે છે. જ્યારે તે પાસબુક લઈને બેંક પહોંચ્યો તો, બેંકે આટલા પૈસા આપવાની ના પાડી દીધી.

સુપ્રીમ કરશે નિર્ણય
હિનોજોસા હવે આ પાસબુકના આધારે બેંક પાસે પોતાના પિતાની જમા રાશિ માંગી રહ્યો છે. પરંતુ બેંકે તેને આટલી રકમ આપવાની ચોખ્ખી ના પાડી દીધી છે. આ પછી તે આ પાસબુક લઈને કોર્ટ પહોંચી ગયો. તેની આ માંગને કારણે રાજ્ય સાથે તેની કાનૂની લડાઈ શરૂ થઈ ગઈ. જે વધતા- વધતા સુપ્રિમ કોર્ટ પહોંચી ગઈ. અત્યાર સુધી બધી જ નીચલી અદાલતોએ હિનોજોસાના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો હતો. પરંતુ રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં નીચલી અદાલતના નિર્ણયની ખિલાફ અપીલ કર્યો છે.
હિનોજોસાનું કહેવું છે કે, આ પૈસા તેના પરિવારના છે, જે તેના પિતાએ ખૂબ મહેનતથી કમાયા હતા. મારા પરિવારને નહતી ખબર કે, તેમની પાસબુક હાજર છે. હું મારા પિતા દ્વારા જમા કરેલા પૈસા માંગી રહ્યો છુ. મને નહતી ખબર કે, મારા પિતાની જમાપૂંજી માંગવા માટે મારે રાજ્ય સરકાર સાથે લડવું પડશે.
હવે આ નિર્ણય ચિલીની સુપ્રીમ કોર્ટ કરશે, હિનોજોસાનું કહેવુ છે કે, તે તેના પિતાએ જમા કરેલો એક-એક રૂપિયો લઈને જ રહીશ.
READ ALSO:
- પતિ શાહિદ કપૂરને પોતાની તરફ ખેંચી મીરાએ કરી દીધી કિસ, વિડીયો જોઈ તમે પણ શરમાઈ જશો
- PM નરેન્દ્ર મોદી ૪થી જુલાઇએ ગુજરાતની મુલાકાતે, રાજ્યના CM ઉપરાંત કેન્દ્ર સરકારના બે મંત્રીઓ રહેશે હાજર
- વિકાસ/ ગુજરાતમાં ૩૭૬૦.૬૪ કરોડના ખર્ચે ૩૪ નેશનલ હાઇવે બનાવશે મોદી સરકાર, અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં અહીં બનશે નવા ફ્લાય ઓવર
- રૂપિયો તૂટ્યો! ડોલરની સામે 78.96ના ઐતિહાસિક તળિયે પહોંચ્યો, શું મહામંદીના ગ્રહણનાં એંધાણ?
- મહારાષ્ટ્રની રાજકીય ઉથલપાથલે લીધો નવો વળાંક, ઉદ્ધવ ઠાકરેને ફ્લોર ટેસ્ટ દ્વારા બહુમતી સાબિત કરવાનો આદેશ,