GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

ઓટો સેક્ટરમાં મંદી, દેશની સૌથી મોટી કાર મેન્યુફેંકચરિંગ કંપનીનું ઘટ્યું કારનું વેચાણ

દેશની સૌથી મોટી કાર મેન્યુફેંકચરિંગ કંપની મારૂતી સુઝુકીના વેચાણમાં સતત 11માં મહિને ઘટાડો નોંધાયો છે. સપ્ટેમ્બર મહિનામાં મારૂતીએ દેશમાં કુલ 1 લાખ 10 હજાર 454 કારનું વેચાણ કર્યું. જે ગત વર્ષના મુકાબલે 27.10 ટકા ઓછું છે. ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં કંપનીએ એક લાખ 51 હજાર 512 કારનું વેચાણ કર્યું હતુ. મારૂતી સુઝુકી ઇન્ડિયાના વેચાણમાં ઓગષ્ટ મહિનામાં 32.20 ટકા અને જુલાઇમાં 36 ટકાનો ઘટાડો જોવામાં આવ્યો.

વેચાણમાં ઘટાડાના કારણે કંપનીએ ગત મહિનાની શરૂઆતના ઘણા દિવસોમાં ઉત્પાદન બંધ રાખ્યું હતુ. જેના કારણે વાહન ક્ષેત્ર સાથે જોડાયેલા નાના ઉદ્યોગો પર અસર થઇ. અને અનેક લોકોને રોજગારી ગુમાવવાનો વારો આવ્યો. ઓટો ઉદ્યોગને લઇને ગડમથલની સ્થિતિ સર્જાયેલી છે. કારણ કે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાનો ફાયદો કંપનીઓ ગ્રાહકોને આપશે કે કેમ તેને લઇને હજુ પણ સવાલો થઇ રહ્યા છે. ઓટો ઉદ્યોગમાં સતત મંદી છતાં સરકારે ઓટોમોબાઇલ પર જીએસટીના રેડ ઘટાડ્યા  નથી. ઓટો ઉદ્યોગ સાથે જોડાયેલા કારોબારીઓ ઇલેકટ્રીક વાહનોની જેમ જીએસટીમાં છૂટની માંગણી કરી રહ્યા છે.

READ ALSO

Related posts

જીવલેણ વાયરસ: અમદાવાદ ગ્રામ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 29 કેસો નોંધાયા, આંકડો 356 પર પહોંચ્યો

pratik shah

માનવતાનું સૌથી વરવું રૂપ, હાથીણી બાદ હવે ગાયને વિસ્ફોટક ભરેલો ગોળો ખવડાવ્યો

Pravin Makwana

ઓ બાપ રે…કોરોનાના કેસમાં ભારતે આ દેશોને પણ પાછળ છોડ્યા, આટલા નંબરે પહોંચી ગયો દેશ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!