ગુજરાતમાં હજુ જે વિચારધારાનો પસારો નથી થયો તેના સ્લોગન વડોદરામાં લાગ્યા

વડોદરામાં દિવાલ પર નક્સલવાદના લખાણ અંગે GSTVએ રજૂ કરેલા અહેવાલનો પડઘો પડ્યો છે. વડોદરાના માંડવી-ચાંપાનેર રોડ પર દિવાલ પર નક્સલવાદ ઝિંદાબાદના સુત્રો સાથેનું લખાણ લખવામાં આવ્યું હોવાનો અહેવાલ જીએસટીવીએ રજૂ કર્યો. અને જીએસટીવીના અહેવાલ રજૂ થયાના ગણતરીના જ કલાકોમાં પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. પોલીસે દિવાલ પરથી લખાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી છે. સાથે જ નક્સલવાદનું લખાણ કોણે લખ્યું તે મામલે સઘન તપાસ શરૂ કરી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter