GSTV
Home » News » લોકસભા ચૂંટણીનાં છઠ્ઠા તબક્કાનું જાહેરનામું બહાર પડયું : 12 મે એ મતદાન

લોકસભા ચૂંટણીનાં છઠ્ઠા તબક્કાનું જાહેરનામું બહાર પડયું : 12 મે એ મતદાન

sadhvi pragya

ચૂંટણી પંચે આજે સાત રાજ્યોની ૫૯ લોકસભા બેઠકોની ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પાડયું હતું જ્યાં ૧૨મેના રોજ મતદાન યોજાશે. સાત તબક્કાની ચૂંટણીનો પ્રથમ તબક્કો ૧૧ એપ્રિલે શરૃ થયો હતો અને અંતિમ મતદાન ૧૯મેના રોજ કરાશે જે દરમિયાન ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ જેવા મોટા રાજ્યોમાં મતદાન યોજાશે.

 દિલ્હીના તમામ સાતે બેઠકોની ચૂંટણી પણ છટ્ટી તબક્કામાં જ યોજાશે.તો આ તરફ કોંગ્રેસ અને ‘આપ’અને કોંગ્રેસ વચ્ચ બેઠકોની વહેંચણીને લઇને જે ચર્ચા શરૃ થઇ હતી તે બુધવારે ચાલુ રહેશે.

કોંગ્રેસના વડા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાજપને હરાવવા માટે અમે લોકસભાની ચાર બેઠકો આપને આપવા તૈયાર છીએ જે તેમણે ૨૦૧૪માં કબજે કરી હતી.કોંગ્રેસે ૪:૩ની ફોર્મ્યુલાની ઓફર કરી હતી. એટલે કે કોંગ્રેસને ચાર અને આપને ત્રણ બેઠકો મળે.

૨૦૧૭માં બંને પક્ષોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મળેલા મતના આધારે આ ફોર્મ્યુલા ઘડાઇ હતી.  હવે પછીની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપનો મુકાબલો વિવિધ પક્ષો સાથે અને સામે થશે. આજે જાહેરનામાની પ્રસિધ્ધ સાથે જ ઉમેદવારી પત્રો ભરવાની શરૃઆત થઇ ચૂકી હતી જે ૨૪ એપ્રીલ સુધી ચાલશે.

READ ALSO

Related posts

નશાની હાલતમાં 121 વર્ષ પહેલા આ વૃક્ષની કરવામાં આવી હતી ધરપકડ , કારણ જાણીને તમે પણ પકડી લેશો પેટ

Nilesh Jethva

હીંગનાં સેવનથી થાય છે ગુણકારી ફાયદાઓ, જાણશો તો રહી જશો દંગ

Path Shah

શ્રીકાંત, પ્રણીત અને પ્રણોય બેડમિન્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપનાં બીજા રાઉન્ડમાં પહોચ્યા

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!