સુરતના પલસાણામાં ચલથાણ ખાતે આતંકી હુમલાના વિરોધમાં પરસ્થિતિ વણસી

દેશભક્તિ દિલથી હોવી જોઇએ. દેશદાઝ મનથી હોવી જોઇએ. પરંતુ સુરતના પલસાણાના ચલથાણ ગામે આતંકી હુમલાના વિરોધમાં બંધ દરમિયાન દિવ્ય સેલ્સ નામની એક દુકાનને બંધ કરાવવા જતા મામલો ગરમાઇ ગયો હતો. અંદાજે 500 લોકોના ટોળામાં કેટલાક અસામાજીક તત્વો હાલમાં તિરંગા લઇને એક દુકાનમાં ઘૂસી ગયા હતા. જેના કારણે બોલાચાલી થઇ અને બે જૂથ વચ્ચે મામલો ગરમાઇ ગયો હતો. પરિસ્થિતી વણસે નહીં તે માટે તાત્કાલિક કડોદરા પોલીસ દોડી આવી હતી. જેમાં પોલીસે ચાર જેટલા શખ્સોની અટકાયત કરી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter