GSTV
Home » News » દેશની હાલત ખરાબ છે, ઘરની બહાર નીકળી આંદોલન કરો

દેશની હાલત ખરાબ છે, ઘરની બહાર નીકળી આંદોલન કરો

ભાજપ અને મોદી સરકારની વિભાજનકારી નીતિઓ, આિર્થક નીતિઓના વિરોધમાં કોંગ્રેસે દિલ્હીના રામલીલા મેદાનમાં ‘ભારત બચાવો’ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં ગાંધી પરિવારના ત્રણેય ગાંધી – સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી એક જ મંચ પર આવ્યા હતા અને ત્રણેએ ભાજપ સરકાર તેમજ નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર જોરદાર હુમલો કર્યો. કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીએ કહ્યું કે દેશની હાલત ગંભીર થઈ ગઈ છે. આ સ્થિતિમાં આપણી જવાબદારી છે કે આપણે ઘરોમાંથી બહાર નીકળીએ અને કેન્દ્ર સરકાર વિરૂદ્ધ આંદોલન કરીએ.

દેશ બચાવવો હશે તો આપણે સંઘર્ષ કરવો પડશે. સોનિયા ગાંધીએ કહ્યું આજે હું ખેડૂતોની દશા જોઉં છું, તો ખૂબ દુ:ખ થાય છે. તેમને સમયસર બીજ, ખાતર, પાણી, વીજળી નથી મળતા. પાકના યોગ્ય ભાવ નથી મળતા. મજૂર ભાઈ-બહેનો દિવસ-રાત મજૂરી કરે છે, પરંતુ તેમને બે ટંક ભોજન નથી મળતું. નાના વેપારીઓ મોદી સરકારની ખોટી નીતિઓના કારણે પાયમાલ થઈ ગયા છે. આજે યુવાનો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે, રોજગાર ક્યાં જતા રહ્યાં અને આૃર્થતંત્ર કેમ ભાંગી પડયું.

આજે અંધેર નગરી ચોપટ રાજા જેવી સિૃથતિ છે, આખો દેશ પૂછી રહ્યો છે સબકા સાથ, સબકા વિશ્વાસ ક્યાં છે. કાળુ નાણું બહાર લાવવા માટે દેશમાં નોટબંધી લવાઈ હતી, તો એ કાળુ નાણું બહાર કેમ નથી આવ્યું. એ કાળુ નાણું કોની પાસે છે તેવો પણ સોનિયાએ સવાલ કર્યો હતો. કોંગ્રેસ પ્રમુખે કહ્યું મોદી-શાહનું માત્ર એક જ લક્ષ્ય છે, તેમનો એક જ સંકુચિત એજન્ડા છે, લોકોને લડાવો અને અસલી મુદ્દાઓને છુપાવો. આપણે લોકતંત્રની સલામતી કોઈપણ કુર્બાની આપવા તૈયાર રહેવું જોઈએ.

સોનિયા ગાંધીએ કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારે ધૂમ-ધડાકા સાથે અડધી રાતે જીએસટી લાગુ કર્યો. તેમ છતાં કેન્દ્ર સરકારનો ખજાનો ખાલી થઈ ગયો છે. આરબીઆઈ પાસેથી લાખો કરોડ રૂપિયા લેવાઈ રહ્યા છે. નવરત્ન કંપનીઓ કેમ વેચાઈ રહી છે તેની તપાસ થવી જોઈએ. આપણી જવાબદારી છે કે આપણે ઘરોમાંથી બહાર નીકળીએ અને તેના વિરૂદ્ધ આંદોલન કરીએ.

બીજીબાજુ રાહુલ ગાંધીએ પણ પણ આૃર્થતંત્ર, બેરોજગારી, કાયદો અને વ્યવસૃથા સહિત તમામ મુદ્દાઓ પર વડાપ્રધાન મોદી પર હુમલા કર્યા. તેમના ‘રેપ ઈન ઈન્ડિયા’ નિવેદન મુદ્દે પર માફી માગવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો અને કહ્યું કે મારૂં નામ રાહુલ સાવરકર નહીં, રાહુલ ગાંધી છે. સાચી વાત કહેવા બાબતે હું મરી જઈશ પણ માફી નહીં માગું. માફી તો નરેન્દ્ર મોદી અને અમિત શાહે માગવી જોઈએ. તેમણે ઉત્તર-પૂર્વના રાજ્યો સળગાવી દીધા. દેશના આૃર્થતંત્રને પાયમાલ કરી નાંખ્યું છે. આ માટે તેમણે માફી માગવી જોઈએ.

બેરોજગારી અને રૂ. 200ની કિલો ડુંગળી,મોદી હૈ તો મુમકીન હૈ : પ્રિયંકા

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ભાજપના ‘મોદી હૈ તો મુમકીન હૈ’ સૂત્રની મજાક ઉડાવતા કહ્યું કે આજે ભાજપ સરકારમાં રોજગાર વધવાની જગ્યાએ ઘટી રહ્યો છે. મોંઘવારી વધી રહી છે. નાના અને મધ્યમ વેપારીઓ પરેશાન છે. હકીકત એ છે કે ભાજપ છે તો 45 વર્ષમાં સૌથી વધુ મોંઘવારી મુમકીન હૈ. બંધારણ બચાવવા અને દેશને વિભાજનથી બચાવવા માટે બધાએ અવાજ ઉઠાવવો પડશે. કાશ્મીરથી અરૂણાચલ સુધી બધા લોકોએ અવાજ ઉઠાવવો જોઈએ, નહીં તો દેશનું બંધારણ ખતમ થઈ જશે અને દેશનું વિભાજન થઈ જશે.

મોદીએ લોકોને ખોટા વચનો આપ્યા હતા : મનમોહન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છ વર્ષ પહેલાં લોકોને ખોટા વચનો આપ્યા હતા અને આ વચનો પૂરા કરવામાં તેઓ સદંતર નિષ્ફળ ગયા છે તેવો આક્ષેપ શનિવારે રામલીલા મેદાનમાં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે કર્યો હતો. ભારત બચાવો રેલીને સંબોધતા કોંગ્રેસ નેતાએ કહ્યું કે મોદીએ વર્ષ 2024 સુધીમાં દેશના અર્થતંત્રને 5 ટ્રિલિયન ડોલર સુધી લઈ જવાનું, ખેડૂતોની આવક બમણી કરવાનું અને યુવાનોને પ્રત્યેક વર્ષે બે કરોડ નવી નોકરીઓ આપવાનું વચન આપ્યું હતું. હવે તેમના બધા જ વચનો ખોટા સાબિત થઈ રહ્યા છે અને તેઓ તેમણે આપલે વચનો પૂરા કરવામાં નિષ્ફળ ગયા છે. તેમણે સોનિયા ગાંધી તથા રાહુલ ગાંધીના હાથમાં દેશને યોગ્ય દિશામાં આગળ વધારવા માટે કોંગ્રેસને મજબૂત બનાવવા લોકોને હાકલ કરી હતી.

READ ALSO

Related posts

ભાગ્ય દર્પણ: આવી હસ્ત રેખા ધરાવતા લોકોને ક્યારેય નથી નડતી આર્થિક સમસ્યાઓ

Bansari

ધર્મલોક : જો આ વસ્તુ હશે ઘરમાં તો આવશે સમૃદ્ધી, લક્ષ્મીને કરશે આકર્ષિત

Mayur

સુલેમાની અમેરિકા વિશે અપમાનજનક વાતો કરી રહ્યો હતો એટલે જ મારવાનો આદેશ આપવો પડ્યો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!