GSTV
Home » News » દેશની હાલત ખરાબ, ઘરોમાંથી બહાર નીકળો અને આંદોલન કરો : મરીશ પણ માફી નહીં માગુ

દેશની હાલત ખરાબ, ઘરોમાંથી બહાર નીકળો અને આંદોલન કરો : મરીશ પણ માફી નહીં માગુ

નાગરિકતા બિલ, આર્થિક મંદી, બેરોજગારી અને ખેડૂતોની સમસ્યા સહિતના મુદ્દાઓને લઇને કોંગ્રેસે કેન્દ્રની મોદી સરકાર સામે મોરચો માંડ્યો છે. રાજધાની દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસે ભારત બચાવો રેલી યોજી મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. જેમાં કોંગ્રસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પૂર્વ પીએમ મનમોહન સિંહ સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા છે. જેમાં મોદી સરકાર પર સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધીએ જોરદાર હુમલો કર્યો છે.

કોંગ્રેસની ભારત બચાવો રેલીમાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ભાજપ સરકાર પર આકરા શાબ્દિક ચાબખાં ફટકાર્યા છે. રાહુલ ગાંધીએ અર્થવ્યવસ્થા, મંદી, બેરોજગારી તેમજ ખેડૂતો મુદ્દે સીધું જ પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે મને મારા નિવેદન બદલ માફી માંગવા માટે કહેવામાં આવ્યું છે. પરંતુ હું સચ્ચાઇ માટે ક્યારેય માફી નહીં માંગુ. તેમણે કહ્યું કે મારું નામ રાહુલ સાવરકર નથી, રાહુલ ગાંધી છે.

દેશનો માહોલ અંધેરી નગરી અને ચોપટ રાજા જેવો

સોનિયા ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, આજે આપણે એક સાથે એટલા માટે ભેગા થયા છીએ કે, આજે દેશની હાલત અતિ ગંભીર છે. આપણી જિમ્મેદારી બને છે. ઘરોમાંથી બહાર નીકળો અને સરકાર સામે આંદોલન કરો. દેશને બચાવવો હશે તો કઠોર સંઘર્ષ કરવો પડશે.કોંગ્રસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ દેશની વર્તમાન સ્થિતિ મુદ્દે મોદી સરકારને આડેહાથ લીધી છે. સોનિયા ગાંધીએ કહ્યું કે અત્યારે દેશનો માહોલ અંધેરી નગરી અને ચોપટ રાજા જેવો છે. મોદી સરકારે દેશની અર્થવ્યવસ્થા બરબાદ કરી દીધી છે. જેના કારણે લાખો યુવાનો બેરોજગાર બન્યા છે. સરકાર મન ફાવે તેવા કાયદા બનાવી બંધારણની ધજ્જીયા ઉડાવી રહી છે. જ્યારે મન થાય ત્યારે રાષ્ટ્રપતિ શાસન ઠોકી બેસાડે છે. સોનિયા ગાંધીએ કહ્યું કે પીએમ મોદી અને અમિત શાહને સંસદ અને બંધારણની કોઇ ચિંતા નથી. બંનેનો એજન્ડા દેશવાસીઓને એકબીજા સાથે લડાવવાનો અને અસલી મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવાનો છે. સરકાર કાળું નાણું પરત લાવવાનો વાયદો કરતી હતી. પરંતુ કાળું નાણું પાછું ન આવ્યું.

મોદીએ પૈસા અમીરોને આપી દીધા : રાહુલ ગાંધી

એક લાખ 40 હજાર કરોડ રૂપિયા થોડા દિવસ પહેલાં જ 15થી 20 લોકોના માફ થયા છે. આપ ટેલીફોનનો ઉપયોગ કરો છે તેના 50 પૈસા વધારી દેવાશે. આપ ખરીદો છો તો ફેક્ટરીઓ નવી વસ્તુઓ બનાવે છે. આ ઇકોનોમીમી સિસ્ટમ છે. મોદી હવે તમારા ખિસ્સામાંથી પૈસા કાઢી રહ્યાં છે. અમે રાજ્યોનું દેવું માફ કર્યું છે. અમે ખેડૂતોને ટેકાના ભાવ એટલા માટે આપીએ છીએ કે અમે જાણીએ છીએ કે ખેડૂતો વિના અર્થવ્યવસ્થા આગળ નહીં વધી શકે. મનરેગામાં મજૂરોને એટલા માટે પૈસા ચૂકવ્યા કારણ કે મજદૂરો વિના દેશની પ્રગતિ શક્ય નથી. મોદીએ આ તમામ પૈસાઓ ખેંચીને અમીરોને આપી દીધા છે. તમે નરેન્દ્ર મોદીને કેમ સત્તા આપી છે કારણ કે દેશનો વિકાસ થાય, જીડીપીમાં વધારો થાય, દેશ પ્રગતિ કરે પણ તમે સ્થિતિ જોઈ રહ્યા છો. મોદી દરરોજ ટીવી પર આવે છે. મનમોહનસિંહને ક્યારેય આપે ટીવી પર દેખ્યા છે આ 30 સેકન્ડની એડ લાખો રૂપિયામાં આવે છે. જે પૈસા કોણ આપે છે. જેનો ખર્ચ એ લોકો આપે છે જેઓને મોદીએ પૈસા આપ્યા છે. રાહુલ ગાંધીએ આ રેલીમાં મોદી સરકાર સામે જોરદાર ચાબખા માર્યા હતા.

આજે જીડીપી ગ્રોથ 4 ટકા છે

જો કોઇએ માફી માંગવાની જરૂર છે તો તે મોદી અને શાહને છે. બંનેએ દેશવાસીઓની માફી માંગવી જોઇએ. તેમણે કહ્યું કે નોટબંધીને કારણે અર્થવ્યવસ્થાને જે ફટકો પડ્યો છે તેની કળ હજુ વળી નથી. તેમણે કહ્યું કે ભાજપ સરકારે તમામ પૈસા 2-3 ઉદ્યોગપતિઓને ધરી દીધા છે. આજે જીડીપી ગ્રોથ 4 ટકા છે પરંતુ હકીકતમાં જોઇએ તો ફક્ત 2.5 ટકા જ જીડીપી છે.

મોદી હૈ તો મુમકિન હૈ

ભારત બચાવો રેલીમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પીએમ મોદી તેમજ ભાજપ સરકાર પર બરાબરના વરસી પડ્યા છે. તેમણે કહ્યું કે આજે દરેક જગ્યાએ સ્લોગન જોવા મળે છે કે મોદી હૈ તો મુમકિન હૈ… પરંતુ હકીકત એ છે કે ભાજપ છે તો 100 રૂપિયે કિલો ડુંગળી મુમકીન છે. ભાજપ છે તે 45 વર્ષમાં સૌથી વધુ બેરોજગારી મુમકિન છે. ભાજપ છે તો 4 કરોડ નોકરીઓ નષ્ટ થવી મુમકિન છે.

ઉન્નાવ રેપ પર પ્રિયંકાના પ્રહાર

પ્રિયંકા ગાંધીએ ઉન્નાવ ગેંગરેપનો મુદ્દો ઉઠાવી યોગી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે મેં પીડિતાના પિતા પાસેથી તેના પર જે વીત્યું તે સાંભળ્યું. તે વખતે મને મારા પિતાની યાદ આવી. મારા પિતાએ પણ આ દેશ માટે ભોગ આપ્યો છે.

READ ALSO

Related posts

ભારતના પાડોશી દેશમાં બુરખા પર લાગશે પ્રતિબંધ, હંગામી ધોરણે કાયદો બનાવવા સંસદમાં પ્રસ્તાવ

Pravin Makwana

બેંગલુરૂમાં લાગ્યા કાશ્મીર મુક્તિના પોસ્ટર્સ, પોલીસે એક મહિલાની કરી ધરપકડ

Nilesh Jethva

દુનિયાના આ દેશો પાસે છે સૌથી વધુ સોનાનો ભંડાર, જાણો ભારત પાસે કેટલુ છે સોનુ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!