GSTV

સુરતમાં બે દિવસ અગાઉ થયેલા ફાયરિંગમાં આવ્યો ચોંકાવનારો વળાંક

Last Updated on February 25, 2020 by

સુરતના વરાછા વિસ્તારમાં અમર જ્વેલર્સમાં બે દિવસ અગાઉ થયેલા ફાયરિંગમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે.આ ફાયરિંગ લૂંટના ઇરાદે નહી પરંતુ જમીન વિવાદમાં થયાનુ પોલીસ તપાસમાં ખુલ્યુ છે. રાજસ્થાનના એક વ્યક્તિએ સોપારી આપીને આ ફાયરિંગ કરાવ્યાનુ તપાસમાં સામે આવ્યુ છે. રવિવારે ફાયરીંગ બાદ ભાગવા જતા લોકોએ એક શખ્સને ઝડપી પાડ્યો હતો. જેની પૂછપરછમાં આ ખુલાસો થયો હતો. જો કે આ આરોપી સતત નિવેદન બદલતો હોવાથી પોલીસ પણ હજુ આ મામલે ખોંખારીને બોલવા તૈયાર નથી. પોલીસ અન્ય બે આરોપીઓને પણ શોધી રહી છે.

ફાયરિંગની ઘટના મામલે નવો વળાંક

સુરતના વરાછા વિસ્તારમાં આવેલ અમર જવેલર્સમાં બનેલી ફાયરિંગની ઘટના મામલે નવો વળાંક સામે આવ્યો છે. ફાયરિંગ લૂંટ નહીં પરંતુ જ્વેલર્સ વેપારીને ધમકાવવા માટે કરવામાં આવ્યું હોવાની હકીકત આરોપીએ પોલીસ ને જણાવી છે. જ્યાં અન્ય આરોપીઓની શોધખોળ પોલીસ દ્વારા હાલ ચલાવવામાં આવી રહી છે. વરાછામાં બનેલી ફાયરિંગની ઘટના પાછળ જમીન વિવાદ મામલે સોપારી આપી ફાયરિંગ કરાવવામાં આવ્યું હોવાની હકીકત સૂત્રો જણાવી રહ્યા છે.

રાજસ્થાનના લોરેન્સ નામના વ્યક્તિના કહેવાથી ફાયરિંગ કરવામાં આવ્યું

ફાયરિંગની ઘટના બાગ સુરત ક્રાઇમ બ્રાન્ચ, વરાછા પોલીસ સહિત અલગ-અલગ ટીમો હાલ તપાસ ચલાવી રહી છે. ત્યારે ફાયરીંગની ઘટનામાં નવો ફણગો ફૂટયો છે. રાજસ્થાનના જ લોરેન્સ નામના શખ્સ દ્વારા કામરેજની જમીન વિવાદ મામલે સોપારી આપી ફાયરિંગ કરાવવામાં આવ્યું હોવાની હકીકત આરોપીની પૂછપરછ દરમ્યાન બહાર આવી છે. ઝડપાયેલ આરોપી વિજય કરપડાએ પોલીસ સમક્ષ નિવેદન આપતા જણાવ્યું છે કે રાજસ્થાનના લોરેન્સ નામના વ્યક્તિના કહેવાથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. શરૂવાતમાં આ મુદ્દે આરોપીએ પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. સતત પોતાના નિવેદનોમાં આરોપી વિજય હાલ પણ નામ બદલી રહ્યો છે. જે અંગે પોલીસ અન્ય આરોપીઓની શોધખોળ કરવાની સાથે ઝડપાયેલ આરોપી વિજય ની વધુ પૂછપરછ કરી રહી છે.

READ ALSO

Related posts

સાચવીને રહેજો / કોરોનાનું ત્રણ ગણું જોખમ વધારી શકે છે આ ગંભીર બીમારી, દર્દીઓની થઇ જાય છે આવી હાલત

Dhruv Brahmbhatt

શ્રાદ્ધ પક્ષ/ શું તમારા જીવનમાં પણ ઘટી રહી છે આવી ઘટનાઓ? તો જાણી લો પિતૃ દોષના લક્ષણ અને ઉપાય

Bansari

રાજકોટ કોરોના/પાંચ લાખ બાળકો,કોમોર્બીડને કોરોનાનું હજુ વધુ જોખમ, વધુ ત્રણ પોઝીટીવ કેસો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!