GSTV
Gujarat Government Advertisement

શિવસેનાના પ્રતિનિધિમંડળે રાજ્યપાલ સાથે મુલાકાત કરતા મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું

Last Updated on October 31, 2019 by

મુંબઇમાં શિવસેનાના પ્રતિનિધિમંડળે ગુરૂવારે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી સાથે મુલાકાત કરી. આ પ્રતિનિધિમંડળ ધારાસભ્ય દળના નેતા એકનાથ શિંદે અને આદિત્યા ઠાકરેની આગેવાનીમાં રાજભવન પહોંચ્યું હતુ. રાજ્યપાલ સાથેની મુલાકાત બાદ શિવસેના નેતા આદિત્ય ઠાકરેએ કહ્યું કે મહારાષ્ટ્રમાં સરકારની રચના અંગેનો અંતિમ નિર્ણય તેમના પિતા ઉદ્ધવ ઠાકરે લેશે. શિવસેનાના નેતા મહારાષ્ટ્રમાં વરસેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનના મુદ્દે રાજ્યપાલને મળવા ગયા હતા.

તેમણે ખેડૂતો અને માછીમારોને થયેલા નુકસાનની ભરપાઇની માંગણી કરી. તો બીજી તરફ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે જે નક્કી થયું છે તેનાથી અમને કંઇ પણ ઓછું કે વધારે નથી જોઇતું. સૂત્રો મુજબ ઉદ્ધવ ઠાકરે તે વાત પર પણ ભાર આપી રહ્યા છે કે 2014ની વ્યવસ્થા કરતા આ વખતે ગઠબંધન સરકારમાં તેઓ વધુ હિસ્સેદારી ઇચ્છે છે. સૂત્રો મુજબ ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના ધારાસભ્યોને તેમ પણ જણાવ્યું કે ભાજપે હજુ સુધી સરકારની રચના માટે સત્તા વહેચણીની કોઇ પણ ફોર્મુલા રજૂ કરી નથી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

એસબીઆઈમાં આવતા મહિનાથી બદલાશે એટીએમ અને ચેક બુકમાંથી પૈસા ઉપાડવાના નિયમો, જાણો અહીં બધું

Vishvesh Dave

જોબ લોસ / આ મોટી સરકારી કંપનીના ઘણા કર્મચારીઓની નોકરીઓ જોખમમાં,બંધ થઈ શકે છે ‘હેડ ઓફિસ’!

Vishvesh Dave

ભાજપની લીલાઃ ઠાકરેના નામનો વિરોધ કરવા જેનું કટ્ટર વિરોધી હતું એને સન્માન અપાવવા પાડ્યો આ ખેલ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!