GSTV
Gujarat Government Advertisement

સ્વિસ બેન્કોમાં જમા વિદેશીઓના પૈસામાં ભારતીયોનો હિસ્સો છે આટલો, જાણો કેટલા છે રૂપિયા

સ્વિત્ઝરલેન્ડની બેન્કમાં ભારતીય નાગરિકો તથા કંપનીઓના જમા ધનના મામલામાં ભારત ત્રણ સ્થાનેથી ગગડીને 77માં સ્થાન પર પહોંચી ગયુ છે. છેલ્લા વર્ષે ભારત આ યાદીમાં 74માં સ્થાન પર હતુ. સ્વિત્ઝરલેન્ડના કેન્દ્રીય બેન્કના તાજા આંકડાઓમાં એ જાણકારી મળી છે. આ યાદીમાં બ્રિટેન પ્રથમ સ્થાન પર અડગ રહ્યુ છે. સ્વિસ નેશનલ બેન્ક દ્વારા જાહેર વાર્ષિક બેકિંગ આંકડાઓથી જાણવા મળ્યુ છે કે, ભારતીય નાગરિકો અને કંપનીઓ દ્રારા ધન જમા કરવાના મામલામાં ભારત ખૂબ જ નીચેના પર પર છે. સ્વિસ બેન્કોમાં વિદેશીઓ દ્રારા જમા ધનમાં ભારતીયોનો ભાગ માત્ર 0.06 ટકા છે. તો બીજી તરફ 2019ના અંત સુધી સૂચીમાં પ્રથમ સ્થાન પર રહેનાર બ્રિટેનના નાગરિકોનો કુલ જમા ધનમાં ભાગ 27 ટકા છે.

ભારતીય ગ્રાહકોના બધા પ્રકારના ખાતાઓ સામેલ

એસએનબીના તાજા આંકડાઓ પ્રમાણે ભારતીય નાગરિકો તથા કંપનીઓનો સ્વીસ બેન્કમાં જમા ધન વર્ષ 2019માં 5.8 ટકા ઘટીને 89.9 કરોડ સ્વિસ ફ્રેંક (6,625 કરોડ રૂપિયા) રહી ગયુ છે. આ સ્વિસ બેંકોની ભારતીય ગ્રાહકો પ્રતિ કુલ દેનદારી છે. જેમાં ભારતીય ગ્રાહકોના બધા પ્રકારના ખાતાઓ સામેલ છે. મતલબ વ્યક્તિગત લોકો, બેન્ક અને કંપનીઓની જમા. આ આંકડાઓમાં ભારતમાં સ્વિસ બેન્કોની શાખાઓમાં જમા પણ સામેલ છે.

યાદીમા બ્રિટેન પ્રથમ સ્થાન પર

આ સત્તાવાર આંકડો છે, જે બેન્કોએ એસએનબીને આપ્યા છે. જેમાં સ્વિત્ઝરલેન્ડમાં જમા ભારતીયોના કાળા નાણાનો સંકેત મળતો નથી, જેને લઈને ચક્ચા થતી રહી છે. આ આંકડાઓમાં તે ભારતીયો, પ્રવાસી ભારતીયો અથવા અન્ય ધન સામેલ નથી. જે સ્વિસ બેન્કોમાં ત્રીજા દેશના એકમોના નામ પછી રાખવામાં આવ્યું છે. આ યાદીમાં બ્રિટેન પ્રથમ સ્થાન પર છે. ત્યારબાદ અમેરિકા બીજા અને ત્રીજા સ્થાન પર વેસ્ટ ઈંડીઝ, ચોથા સ્થાન પર ફ્રાંસ અને પાંચમાં સ્થાન પર હોંગકોંગ છે. સ્વિસ બેન્કમાં જમા કુલ નાણામાં મુખ્ય પાંચ દેશોનો 50 ટકાથી વધારે ભાગ છે. તો મુખ્ય 10 દેશનો ભાગ 66 ટકાથી વધારે છે. આ યાદીમાં મુખ્ય 15 દેશોનો ભાગ 75 ટકા છે અને મુખ્ય 30 દેશનો ભાગ લગભગ 90 ટકા છે.

બ્રિક્સ દેશોમાં રૂસ સૌથી ઉપરના સ્થાન પર

મુખ્ય 10 દેશોમાં જર્મની, લક્ઝમબર્ગ, બહામાસ, સિંગાપુર અને કેમેન આઈલેંડ પણ સામેલ છે. માત્ર 22 દેશ એવા છે, જેમનુ સ્વિસ બેન્કોમાં જમા ધનમાં ભાગ એક ટકા અથવા તેનાથી વધારે છે. જેમાં ચીન, જર્સી, રૂસ, સાઉદી અરબ, ઓસ્ટ્રેલિયા, પનામાં, ઈટલી, સાઈપ્રસ, યૂએઈ, નેધરલેન્ડ, જાપાન અને ગર્ન્જી સામેલ છે. બ્રિક્સ (બ્રાઝીલ, રૂસ, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા) દેશોની વાત જ કરીએ તો, ભારત આ યાદીમાં સૌથી નીચેના સ્થાન પર છે. બ્રિકેસ દેશમાં રૂસ સૌથી ઉંચા 20 માં સ્થઆન પર છે. વર્ષ 2018માં પણ તે આ સ્થાન પર જ હતુ. તીન પણ છેલ્લા વર્ષે 22માં સ્થાન પર છે. દક્ષિણ આફ્રિકા બે સ્થાન આગળ વધીને 56માં સ્થાન પર પહોંચી ગયુ છે. તો બ્રાઝીલ 62માં સ્થાન પર છે. છેલ્લા વર્ષે તે 65માં સ્થાન પર હતુ.

ભારતથી ઉપર છે આ દેશ

આ યાદીમાં ભારત ઉપરના દેશોમાં કેન્યા (74માં સ્થાને), મોરેશિયસ (68માં સ્થાને), ન્યુઝીલેન્ડ (67માં સ્થાને), વેનેઝુએલા (61માં સ્થાને), યુક્રેન (58માં સ્થાને), ફિલિપીન (51માં સ્થાને), મલેશિયા (49માં સ્થાને), સેશેલ્સ (45માં સ્થાને), ઇન્ડોનેશિયા (44માં સ્થાને), દક્ષિણ કોરિયા (41માં સ્થાને), થાઇલેન્ડ (37માં સ્થાને), કેનેડા (36માં સ્થાને), ઇઝરાઇલ (28માં સ્થાને), તુર્કી (26માં સ્થાને), મેક્સિકો (26માં સ્થાને), તાઇવાન (24માં સ્થાને) સાઉદી અરેબિયા (19માં સ્થાને, ઓસ્ટ્રેલિયા (18માં સ્થાને), ઇટાલી (16માં સ્થાને), યુએઈ (14માં સ્થાને), નેધરલેન્ડ્સ (13માં સ્થાને), જાપાન (12માં સ્થાને) અને ગાર્નસી 11 માં ક્રમે છે. જોકે, ઘણા પાડોશી દેશો આ યાદીમાં ભારતની નીચે છે. તેમાંથી પાકિસ્તાન 99માં ક્રમે, બાંગ્લાદેશ 85માં, નેપાળ 118માં, શ્રીલંકા 148માં, મ્યાનમાર 186માં અને ભૂટાન 196માં ક્રમે છે. આ તમામ દેશોની થાપણો 2019 માં ઘટી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અમેરિકાએ દરિયામાં એવો કર્યો ખતરનાક પ્રયોગ કે 3.9ની તિવ્રતાનો આવી ગયો ભૂકંપ, પાણીમાં થયો જોરદાર ધડાકો

pratik shah

એલર્ટ/ ચહેરો ઓળખતા આ સોફ્ટવેર પર ઉઠ્યા સવાલ, જાણો તેનો ઉપયોગ કેટલો છે ખતરનાક

Bansari

ત્રીજા તબક્કાના ટ્રાયલમાં કોવેક્સિન 77.8% અસરકારક, ભારત બાયોટેકે સરકારને આપ્યો ડેટા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!