GSTV
Home » News » 24 કલાક વિજળી આપ્યાના બણગા ફૂંકતી ગુજરાત સરકાર,પણ બરડા પંથકનાં 16થી વધારે ગામોમાં ગંભીર બનેલો વીજપ્રશ્ન

24 કલાક વિજળી આપ્યાના બણગા ફૂંકતી ગુજરાત સરકાર,પણ બરડા પંથકનાં 16થી વધારે ગામોમાં ગંભીર બનેલો વીજપ્રશ્ન

barda porbandar

પોરબંદરના બરડા પંથકના ૧૬થી વધુ ગામડાઓમાં ત્રણ ડઝનથી વધુ જગ્યાએ વિજપ્રશ્નો ગંભીર બન્યા હોવાથી મુખ્યમંત્રીના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના વિપક્ષી નેતાએ રજુઆત કરી છે. પોરબંદર તાલુકા પંચાયતના વિપક્ષી નેતાએ જણાવ્યું છે કે, પોરબંદર તાલુકાના બરડા વિસ્તારમાં મોટાભાગના ખેડૂતો વાડી વિસ્તારમાં વસવાટ કરતા હોય તેમજ ખેતી વિષયક વિજજોડાણો વાડી વિસ્તારમાં આવેલા હોય, બરડા પંથકના જુદા જુદા ગામોમાં અનેક વિજ સમસ્યાઓ લાંબા સમયથી પડતર છે. 

આ અંગે વખતોવખત રજુઆતો કરી છે અને અનેક પ્રશ્નો હલ કરવામાં સફળતા પણ મળી છે તેમ છતાં હજુ પણ કેટલાય ગામોમાં પીજીવીસીએલને લગતા જુદા જુદા ગામોમાં જુદા જુદા પ્રશ્નોનું નિરાકરણ કરવું જરૂરી છે. આ પ્રશ્નો તાત્કાલીક ધોરણે ઉકેલવા જરૂરી કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્ન દાખલ કરીને આ પ્રશ્નો હલ કરવા માટે માંગણી કરી છે.

મુખ્યમંત્રીના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં વિજ સમસ્યાઓ અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. જેમાં ખિસ્ત્રી ગામના વાછોડા ફીડરના મેઈન લાઈનના વાયરો બદલવા, આંગણવાળા ગૃપના અડધા વાયરો બદલવાના બાકી છે તે તાત્કાલીક બદલવા રજુઆત કરી છે. બાવળવાવ ગામે વાયરો બદલવા અને સીંગલ ટીસી બાકી છે તે કામ પૂર્ણ કરવું. બખરલા ગામના ચામુંડા ફીડરમાં વાયરો બદલવા તેમજ વિંઝરાણા ગામના ખારવા ફીડરમાં વાયરો બદલવા અને સબ સ્ટેશનનો દરવાજો નથી તે રીપેર કરવો તેમજ ખારવા ફીડરમાં વાયરો બદલવા અને જંગલ કટીંગ કરવું, ગોઢાણા ગામે એગ્રીકલ્ચર ફીડરમાં વાયરો બદલવા, હોલડી નેશના વાયરો બદલવા તેમજ ગોઢાણાની આઠ વાડીઓ તથા નેશના કનેક્શન ખારવા ફીડરમાં જોડેલ છે તેને ફરીથી વાછોડા ફીડરમાં જોડવા માંગ કરી છે.

નંદેશ્વર-૨ ગૃપમાં વાયરો બદલવા તેમજ સીમાણી ગામે દેગામ ફીડરના વાયરો સડી ગયેલા છે તે બદલવા અને સાથે યુ ક્લેમ્પ અને એંગલ બદલવા, ભારવાડા ગામે એ.જી. ફીડરમાં વાયર, યુ ક્લેમ્પ અને એન્ગલો બદલવા તેમજ આ ફીડરમાં ભાંગેલા થાંભલા તથા વાયરો બદલવા રજુઆત કરી છે, જ્યારે રીણાવાડા ગામના જર્જરીત વાયરો બદલવા માંગ કરી છે. સોઢાણા ફીડરમાં વાયરો ખુબ જ જર્જરીત હાલતમાં છે. થાંભલા નમી ગયા છે અને એન્ગલ સડી ગયેલા છે તે બદલવા, જ્યોતિગ્રામ મોખરા ફળીમાં આખી શેરીમાં લટકતા કેબલમાંથી કનેક્શન આપેલા છે, અકસ્માત થવાનો સંભવ હોય પોલ તાત્કાલીક નાખવા, ઉપરાંત એ.જી. કનેક્શનમાં એલ.ટી. વાયરો ઝૂકી ગયેલા છે, જમીનથી માત્ર પાંચ ફૂટ જ ઉંચા છે, જુગલ કટીંગ કરાવવું જરૂરી છે તે તાત્કાલીક કરાવવા રજુઆત છે.

અડવાણા ગામે ધ્રોફળ ફીડર ૧૧ કેવી અને એલ.ટી.ના વાયરો જર્જરીત છે તે બદલવા અને જંગલ કટીંગ કરવું, થાંભલાઓ નમી ગયેલા છે તેમજ એન્ગલ સડી ગયેલા છે તે બદલવા રજુઆત કરી છે. જ્યારે ઈશ્વરીયા ગામે સીમર ફીડરમાં લો વોલ્ટેજ આવે છે તેમજ સીમર ફીડરનું ટીસીની પોઝીશન સરખી કરવા માંગ કરી છે. સીમર ગામના ફીડરમાં એન્ગલ સડી ગયેલા છે, જેથી લો વોલ્ટેજ આવે છે. 

સીમર ૧૧ કે.વી. લાઈનની નીચે એલ.ટી.ની લાઈન પસાર થાય છે તે વ્યવસ્થિત કરવું, જ્યોતિગ્રામ થાંભલો નમી ગયેલો છે તે સીધો કરવો, ગામની અંદર આવેલ રામદેપીરના દુવારામાં જ્યોતિગ્રામ યોજનામાંથી કનેક્શન આપવું, પીપરોતર વાડી વિસ્તારમાં ઘર કનેક્શન આપવા માંગ કરી છે. કેશવ ગામે રાતડી એ.જી. ફીડરમાં તુગડી વિસ્તારમાં વાયરો અને એન્ગલો બદલવા, યુ ક્લેમ્પ બદલવા તે જ રીતે લીરબાઈ ફીડરમાં વાયરો બદલવા, થાંભલા સડી ગયેલ છે અને ગૃપ સબ સ્ટેશન પણ નમી ગયું છે, જે અંગે યોગ્ય કરવા તેમજ વણકરવાસમાં થાંભલા બદલવા રજુઆત કરી છે.

ચુંડાવદર ફીડરમાં મોમાઈ ફીડરમાં વાયરો બદલવા, એન્ગલો અને વાયરો બદલવા, ચુંડાવદરા ફીડરમાં વાયરો બદલવા અને કમીઆઈ ફીડરમાં વાયરો બદલવા અને થાંભલા સીધા કરી વિજપ્રશ્ન ઉકેલવા માંગ કરવામાં આવી છે. હાથીયાણી ગામે એ.જી. કનેક્શન મંજુર થયેલું છે, જે તાત્કાલીક આપવું તેમજ વાયરો, એન્ગલો તથા યુ ક્લેમ્પ બદલવા માંગ કરી છે.

READ ALSO

Related posts

વલસાડના ગુંદલાવમાં લાગી ભીષણ આગ, ઈન્કના ડ્રમ હવામાં ઉડ્યા

Mayur

ફેસબુક પર ફેક આઈડી બનાવીને બિભત્સ કોમેન્ટો મોકલતી મહિલાની ધરપકડ

Mayur

બાવળા-ધોળકા હાઇવે પર ચાલુ બાઈકે લાગી આગ, બે લોકોના મોત, એક ગંભીર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!