GSTV
Gujarat Government Advertisement

સેનસેક્સ અને નિફ્ટી વિક્રમી ટોચ પર, રોકાણકારોની સંપત્તિમાં 1.23 લાખ કરોડનો વધારો

Last Updated on December 18, 2019 by Mayur

અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ-ડીલ થયાના અહેવાલો પાછળ વૈશ્વિક બજારોમાં ઉદ્ભવેલ તેજીના પગલે વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ નીકળેલ નવી લેવાલી પાછળ બીએસઈ સેન્સેક્સે આજે ઈન્ટ્રાડે 41401 અને એનએસઈ નિફ્ટીએ 12182ની વિક્રમી ટોચે પહોંચ્યા બાદ કામકાજના અંતે સંગીન ઊછાળા સાથે નવી રેકોર્ડ ઉંચાઈએ બંધ રહ્યા હતા.

વૈશ્વિક સ્તરે અમેરિકા ચીન વચ્ચે પ્રથમ તબક્કાની ટ્રેડ ડીલ પૂર્ણ થતા આગામી સમયમાં વૈશ્વિક સ્તરે વેપાર ગતિ-વિધી વધવાના આશાવાદ સાથે વૈશ્વિક બજારોમાં ઝડપી સુધારા તરફી વલણ રહેવા પામ્યું હતું. ઘરઆંગણે આવતીકાલે જીએસટી કાઉન્સીલની બેઠકમાં અર્થતંત્રને વેગ આપવા સરકાર સાવચેતી સાથે ચોક્કસ પગલા ભરશે તેવો આશાવાદ બજારમાં પ્રવર્તી રહ્યો હતો.

ઉપરોક્ત અહેવાલો પાછળ આજે વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ કામકાજના પ્રારંભથી નીકળેલ નવી લેવાલી પાછળ બજારમાં ઝડપી સુધારો નોંધાતો નોંધાતાં સેન્સેક્સ ઈન્ટ્રાડે ઉછળીને 41401.65 અને નિફ્ટી 12182.75ની વિક્રમી સપાટીએ પહોંચી ગયા હતા.કામકાજના અંતિમ તબક્કામાં ખેલાડીઓ ઊંચા મથાળે હળવા થતાં કામકાજના અંતે સેન્સેક્સ 413.45 પોઈન્ટ ઊછળીને 41352.17ની અને નિફ્ટી 111.05 પોઈન્ટ ઊછળીને 12165ની નવી રેકોર્ડ ઊંચી સપાટીએ બંધ રહ્યા હતા.

સેન્સેક્સમાં ઝડપી સુધારાના પગલે આજે રોકાણકારોની સંપતિમાં (વીએસઈ માર્કેટ કેપ) રૂા. 1.23 લાખ કરોડનો વધારો થતાં તે રૂા. 154.28 લાખ કરોડ પહોંચ્યું હતું. વિદેશી રોકાણકારો દ્વારા આજે કેશ સેગમેન્ટમાં રૂા. 1248 કરોડની નવી લેવાલી હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ સ્થાનિક સંસ્થાઓ દ્વારા આજે રૂા. 908 કરોડની વેચવાલી હાથ ધરાઈ હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

BREAKING: Twitterએ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ કર્યું લોક, એક કલાક પછી પાછું મળ્યું એક્સેસ

pratik shah

એલર્ટ / આધાર દ્વારા ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરતા પહેલાં આ જાણી લો નહીં તો…, સરકારે આપી આ ચેતવણી

Dhruv Brahmbhatt

નાપાક ડ્રેગનની ચાલ/ કપટી ચીને ભારતની સીમા તટે શરૂ કરી બુલેટ ટ્રેન, અરૂણાચલ પ્રદેશની બોર્ડર પર ભારતીય સૈનિકોની બાજ નજર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!