GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

સિલેક્ટર્સે ખોટી ટીમ પસંદ કરી હતી, 2003 અને 2007 વર્લ્ડ કપની ટીમ સિલેક્ટ કરનાર પૂર્વ સિલેક્ટરનો દાવો

સંજય જગદાલે તે દરમિયાન સિલેક્શન કમિટીનો હિસ્સો હતાં જેણે વર્ષ 2003 અને 2007 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાનું સિલેક્શન કર્યુ હતું. સાથે જ ટી-20 વર્લ્ડ કપમાં પણ તે તેનો હિસ્સો હતાં. બીસીસીઆઇના એક્સ સેક્રેટરીએ જણાવ્યું કે કેવી રીતે ખોટી ટીમના સિલેક્શનના કારણે ટીમ ઇન્ડિયાએ આ વર્લ્ડ કપમાં કારમા પરાજયનો સામનો કરવો પડ્યો.

સંજયે કહ્યું કે તે ગત 3-4 મહિનાથી આ મામલે વાત કરવા માંગતા હતા. તેમનું માનવું છે કે આજિંક્ય રહાણેને નંબર 4 પર બેટિંગ કરાવી જોઇતી હતી. એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે કેટલાંય એવા ખેલાડી હતાં જે વર્ષ 2003થી રમી રહ્યાં હતાં પરંતુ તે પછી પણ તે ટીમ ઇન્ડિયામાં પોતાનું સ્થાન નિશ્વિત ન કરી શક્યાં. રહાણેનો પ્રથમ ઇંગ્લેન્ડ પ્રવાસ ઉમદા હતો અને તે અન્ય જગ્યાએ પણ ઉમદા પ્રદર્શન કરતાં આવ્યાં છે. વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારાને છોડી દઇએ તો મોટા ફોર્મેટમાં આપણે રહાણેને ટીમમાં સામેલ શા માટે ન કરવામાં આવ્યાં. જો તેઓ હોત તો જરૂર 50 ઓવર સુધી રમ્યા હોત અને ટીમ મજબૂત હોત.

તેમણે જણાવ્યું કે, હું તે ન સમજી શક્યો કે રિષભ પંતને વન ડેનો હિસ્સો શરૂઆતથી જ શા માટે ન બનાવાયો. તેમણે પ્રથમ ઇંગ્લેન્ડ ટેસ્ટમાં સદી ફટકારી હતી તો ઓસ્ટ્રેલિયા સામે પણ 100 રન ફટકાર્યા હતાં.

સિલેક્શન કમિટી પર સવાલ ઉઠાવતાં તેમણે જણાવ્યું કે વિજય શંકર, અંબાતી રાયડુ અને દિનેશ કાર્તિક પર સવાલ ઉઠાવ્યા. તેમણે જણાવ્યું કે કાર્તિક વર્ષ 2003થી રમી રહ્યો છે. રાયડુ પણ. તેથી આપણે કોઇપણ ખેલાડીને આઇપીએલ પ્રદર્શનના આધારે સિલેક્ટ ન કરી શકીએ. તમારી પાસે એવા ખેલાડી પણ હોવા જોઇએ જે બહાર જઇને પણ રન બનાવે.

તેમણે જણાવ્યું કે તમને તે વાતનો ખ્યાલ હોનો જોઇએ કે તમારે આગામી 6 મહિનાની અંદર કયા ખેલાડીને સિલેક્ટ કરવાનો છે.વર્ષ 2003 વર્લ્ડ કપ પહેલાં ઇન્ડિયા એ ટીમે સાઉથ આફ્રિકાનો પ્રવાસ કર્યો હતો. તેમાં યુવરાજ અને કૈફ પણ હતા. ત્યારે જ તે સમજાઇ ગયું હતું કે આ બે ખેલાડી ભારતનું ભવિષ્ય હશે.

જણાવી દઇએ કે વર્લ્ડ કપ 2019ની સેમીફાઇનલમાં બહાર થયેલી ટીમ ઇન્ડિયાને જ્યાં અનેક ફેન્સ સપોર્ટ કરી રહ્યાં છે ત્યાં કેટલાંય ફેન્સ એવા છે જે ટીમ ઇન્ડિયાની હારથી નિરાશ છે.

Read Also

Related posts

કોરોના વાયરસની તપાસ માટે WHOની ટીમ જશે ચીન, પ્રભાવિત દેશો છૂપાવી રહ્યાં છે આંકડાઓ, આપી આ ચેતવણી

Mansi Patel

ગીર સોમનાથ : સતત બે કલાકથી વરસી રહેલા વરસાદથી આંબખોઈ નદીમાં આવ્યું ઘોડાપૂર

Nilesh Jethva

રાજૌરીમાં સર્ચ ઓપરેશન દરમિયાન સેનાને મળી સફળતા, હથિયારોનો મોટ જથ્થો ઝડપી પાડ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!