GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

ચંદ્રાબાબુ નાયડુનો બંગલો તોડ્યો, તેમની સુરક્ષામાં પણ કરાયો ઘટાડો

આંઘ્ર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી ચંદ્રાબાબુ નાયડુના બંગલાને તોડી પડાયા પછી હવે તેમના પૈતૃક નિવાસ સ્થાન ખાતેની સુરક્ષમાં પણ ઘટાડો કરાયો હતો. આંઘ્ર પ્રદેશની જગન મોહનની સરકારે ચિત્તુર જિલ્લાના નરવરીપલ્લી ગામે ચંદ્રાબાબુ નાયડૂના પૈતૃક નિવાસ ખાતે તૈનાત સુરક્ષા કર્મીઓની સંખ્યા ૨૩માંથી ઘટાડી માત્ર ત્રણ કરી નાંખી હતી.

હવે આ નિવાસની રક્ષા એક એએસઆઇ અને બે કોન્સટેબલ કરશે. શાસક પક્ષના એક સૂત્રે કહ્યું હતું કે હવે ચંદ્રાબાબુ રાજ્યના મુખ્ય મંત્રી રહ્યા નથી છતાં તમામ પ્રોટોકોલ મુખ્ય મંત્રીના જ લેતા હતા.

એટલા માટે તેમના પરિવારની સુરક્ષામાં ઘટાડો કરાયો હતો.ચંદ્રાબાબુ ચિત્તુર જિલ્લાના કુપ્પમમાંથી વિધાનસભામાં ચૂંટાયા હતા. જગમોહન રેડ્ડીની સરકારે ચંદ્રાબાબુના પુત્ર નારા લોકેશની સુરક્ષા પણ ઝેડ કરી દેવાઇ હતી.

અગાઉ વિધાન પરિષદના સભ્ય એવા નારા લોકેશને દસ સુરક્ષા કર્મીઓ ફાળવાયા હતા. સુરક્ષાકર્મીઓની સંખ્યા ચાર કરી દેવાઇ અને અન્ય સુવિધાઓ પણ ઓછી કરી દેવાઇ. માઓવાદીઓના હુમલા પછી ચંદ્રાબાબુને ઝેડ પ્લસ સુરક્ષા અપાઇ હતી.

ઉલ્લેખનીય છે કે ચંદ્રાબાબુ પર ૨૦૦૩માં ચિત્તુરના તિરૃપતિમાં હુમલો કરાયો હતો. ભાજપના નેતા અને પ્રદેશના સહ પ્રભારી સુનીલ દેવઘરે કહ્યું હતું કે ચંદ્રાબાબુ અને તેમના પુત્ર સામે ભ્રષ્ટાચારના અનેક કેસો છે અને તેઓ જેલમાં જ જશે.

Read Also

Related posts

હવે બસ, ચીનને ભારતનું આ મંત્રાલય પણ આપશે ઝાટકો : કડક નિયમો સાથે કસ્ટમડ્યૂટી વધારશે

Dilip Patel

ગાંધીનગર : ગૃહ વિભાગના મુખ્ય અધિક સચિવ થયા હોમ કોરોન્ટાઇન

Nilesh Jethva

33 લડાકુ વિમાનોને ખરીદવાની સરકારે આપી લીલીઝંડી, સુખોઈ અને મીગ-29 ચીનના છક્કા છોડાવશે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!