GSTV
Gujarat Government Advertisement

ટ્રમ્પના બંદોબસ્તમાં આવેલી સુરત જિલ્લાની પોલીસનો ડ્રાઈવર ભરાયો, નોંધાઈ પોલીસ ફરિયાદ

Last Updated on February 25, 2020 by Bansari

અમદાવાદમાં ટ્રમ્પનો બંદોબસ્ત પૂર્ણ કરી પરત સુરત જતી કોસંબા પોલીસ સ્ટેશનની પીસીઆર વાને વડોદરા નજીક નેશનલ હાઇવે પર રોડ ક્રોસ કરતા હોટલના સિક્યુરિટિ ગાર્ડને ટક્કર મારતા સિક્યુરિટિ ગાર્ડનું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. અકસ્માતના બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો.

આ રીતે ઘટી ઘટના

આ અંગેની વિગત એવી છે કે આજવારોડ વિસ્તારમાં લકુલેશનગરમાં રહેતા સુરેશ વેલજીભાઇ ભાદેરીયા (ઉ.વ.૪૦)એ ત્રણ દિવસ પહેલાં જ વાઘોડિયા અને કપુરાઇ ચોકડીની વચ્ચે નેશનલ હાઇવે પરની ગીરીરાજ હોટલમાં સિક્યુરિટિ ગાર્ડ તરીકે નોકરી જોઇન્ટ કરી હતી.

આજે સવારે ફરજ પર તેઓ ગયા બાદ સાંજે હોટલ પરથી નીકળી નેશનલ હાઇવે ક્રોસ કરતો હતો ત્યારે અમદાવાદ તરફથી પૂરઝડપે આવતી સુરત જિલ્લા પોલીસની કોસંબા પોલીસ સ્ટેશનની વાને સિક્યુરિટિ ગાર્ડ સુરેશ ભાદેરીયાને જોરદાર ટક્કર મારતા તેઓ ઉછળીને રોડ પર પટકાયા હતા અને માથામાં ગંભીર ઇજા થવાથી ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું.

ટોળાએ મચાવ્યો હોબાળો

પોલીસની વાને અકસ્માત કરતા લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. પોલીસની ગાડીમાં માત્ર ડ્રાઇવર જ હોવાનું બહાર આવ્યું છે. લોકોના રોષના કારણે હાઇવે પર પણ ટ્રાફિકની અવરજવરને અસર પડી હતી. જો કે પાણીગેટ પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ટોળાને શાંત પાડયું હતું.

ઉલ્લેખનીય છે કે પોલીસની વાનનો આગળનો કાચ પણ તુટી ગયો હતો. આ બનાવ અંગે પાણીગેટ પોલીસે રાત્રે પોલીસવાનના ડ્રાઇવરની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સુરત જિલ્લા પોલીસની આ ગાડી અમદાવાદ ખાતે ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીના કાર્યક્રમનો બંદોબસ્ત પૂર્ણ થયા બાદ પરત જતી હોવાનું જાણવા મળ્યું છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જામનગર/ ચકચારી પ્રકરણમાં રાજ્ય મહિલા આયોગે DGPને પત્ર લખી માંગ્યો રિપોર્ટ,જાતીય સતામણી મામલે બે લોકોના નામે સામે આવ્યા

pratik shah

અમદાવાદની સોફ્ટવેર એન્જિનિયર છોકરીને અજાણી દોસ્તી ભારે પડી, પ્રાઈવેટ પાર્ટ બતાવી કરી બ્લેકમેલ

Harshad Patel

થોડા વરસાદમાં જ જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે મસમોટો ભુવો પડ્યો, પ્રિ-મોન્સુન કામગીરી માત્ર કાગળ પર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!