GSTV
Home » News » કુંડા ગામમાં થયેલા હત્યાકાંડનો ભેદ ઉકેલાયો, આ વ્યક્તિએ ખેલ્યો હતો ખૂની ખેલ

કુંડા ગામમાં થયેલા હત્યાકાંડનો ભેદ ઉકેલાયો, આ વ્યક્તિએ ખેલ્યો હતો ખૂની ખેલ

બનાસકાંઠા જિલ્લાના લાખણીના કુંડા ગામે હત્યાકાંડનો ભેદ ઉકેલાયો છે. ઘરના મોભી કરશન પટેલે આર્થિક સંકડામણમાં આવીને વ્યાજખોરોના ત્રાસથી ચાર લોકોની હત્યા કરીને પોતે આત્મહત્યા કરી હોવાનું એસઆઈટીની તપાસમાં બહાર આવ્યું છે. ફોરેન્સિક અને સાંયોગિક પુરાવાને આધારે પોલીસે ઘરના મોભીને હત્યારો જાહેર કર્યો છે. 21 લાખ રૂપિયા ઉઘરાણીની વાત હતી. 9 લોકોના નામ દિવાલ પર લખાયા હતાં. ત્યારે જે પ્રકારે હત્યાકાંડ થયો અને જેમાં વ્યાજખોરીની વાત આવી તો તેમાં દુષ્પ્રેરણ હત્યાકાંડ માટે જવાબદાર છે અને જેમાં પોલીસે બે ઈસમોની કલમ 306 હેઠળ અટકાયત પણ કરી છે.

કુડા ગામે હત્યાકાંડમાં પાંચ વ્યક્તિઓના મોત થયા જેને મામલે વ્યાજખોરી જવાબદાર છે. જે પ્રકારે હત્યાકાંડ સર્જાયો હતો અને પોલીસે પ્રાથમિક દૃષ્ટિએ જ ઘરના મોભી એવા કરશન પટેલને હત્યાકાંડના જવાબદાર ગણીને હત્યારા જાહેર કરાયા હતા ત્યારે ચૌધરી સમાજનો આક્રોશ ફાટી નીકળ્યો હતો અને તપાસ માટે એક એસઆઈટીની રચના કરી હતી અને એસઆઈટીએ તપાસ કરી ત્યારે ફોરેન્સિક અને સાંયોગીક પુરાવાના આધારે ઘરના મોભી એવા કરશન પટેલે જે પરિવારની હત્યા કરી દીધી હોવાનું ખુલ્યું છે.

READ ALSO

Related posts

ખંભીસર ગામે અનુસુચિત જાતિના વરઘોડામાં થયેલી બબાલ મામલે હાઈકોર્ટે આરોપીઓને આપ્યો ઝટકો

Nilesh Jethva

થોડા મહિનામા હેડ ટીચરના બદલીના નીયમોમાં થશે ફેરફાર, સરકારે આપ્યો આ સંકેત

Nilesh Jethva

સ્યૂસાઇડ નોટ લખીને લાપતા થયેલા અમદાવાદના બે કોન્સ્ટેબલના પરિવારોએ કર્યો હાઇવોલ્ટેજ ડ્રામા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!