GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

પાકિસ્તાને ફરી મુર્ખાઇ સાબિત કરી, પોતાના જ પાયલટને ભારતનો સમજી બેઠી પાક સેના!

26 ફેબ્રુઆરીએ સૂરજ ઉગતાં પહેલાં જ ભારતીય વાયુસેના જ્યારે પાકિસ્તાનની વાયુસીમામાં જઇને આતંકના ચિરાગોને બુજાવવાનું કામ કરી રહી હતી તે બાદ ઘાંઘા થયેલા પાકિસ્તાને કોઇ નુકસાન ન થયું હોવાનું બહાનું બનાવ્યું. તે બાદ જ્યારે 27 ફેબ્રુઆરીની સવારે પાકિસ્તાનની વાયુસેનાએ ભારતીય સીમામાં આવીને આતંકીઓની મોતનો બદલો સેના સામે લેવાનું દુસ્સાહસ કર્યુ તો ભારતીય વાયુસેનાએ તેના ઇરાદાઓ પર ફક્ત પાણી જ નથી ફેરવ્યુ પરંતુ તેના એક ફાઇટર પ્લેનને ધ્વસ્ત પણ કર્યુ.

ભારતની આ કાર્યવાહી પર પાકિસ્તાને ફરીથી એક રાગ આલાપ્યો અને કહ્યું કે, અમારુ કોઇ વિમાન તોડી પડાયું નથીય પરંતુ પાયલટ પર પાકિસ્તાનના દાવાઓએ તેમના જ જુઠ્ઠાણાઓ પર ગંભીર સવાલ ઉભા કર્યાં છે જેનાથી તે પોતાની જ જાળમાં ફસાઇ ગયું છે.

પાકિસ્તાન જે સતત દાવાઓ કરી રહ્યું હતું કે તેણે ભારતના બે પાયલટોને પોતાની હિરાસતમાં લીધા છે તેમાંથી એક ઘાયલ પાયલટ તેમનો જ હતો. જેને તેણએ હોસ્પિટલમાં દાખલ કર્યો હોવાનો દાવો કર્યો હતો. આ જ કારણ હતું કે પોતાના નિવેદનન કેટલાંક કલાકો બાદ પાકિસ્તાને સ્પષ્ટતા કરી હતી કે ભારતનો ફક્ત એક જ કમાન્ડર અમારી હિરાસતમાં છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે પાકિસ્તાનની સેનાએ ફરી એકવાર મોટો દાવો કર્યો છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર આસિફ ગફૂરે દાવો કર્યો હતો કે તેમના લડાકૂ વિમાને ભારતના અનેક વિસ્તારોમાં બોમ્બમારો કર્યો છે. તેમણે કહ્યું કે અમારો ઉદ્દેશ ભારતને તે બતાવવાનો હતો કે અમારી સેનામાં દમ છે. પાકિસ્તાની સેના દાવો કરી રહી છે કે તેમણે ભારતના બે પાયલટોને હિરાસતમાં લીધા છે.

હવે તેમણે પોતાના જ આ નિવેદનમાંથી યુ-ટર્ન માર્યો છે. તેમણે જણાવ્યું કે ભારતના વિમાન તોડી પાડવા અંગે તેમને કોઇ લેવા દેવા નથી. તેમણે જણાવ્યું કે પાકિસ્તાની વાયુસેનાએ ભારતના બે વિમાનને નિશાન બનાવવા અને તેમાંથી એક વિમાન ક્રેશ કરવામાં પાકિસ્તાનનો હાથ નથી.

પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે પાકિસ્તાની વાયુસેનાએ ભારતના બે વિમાનોને નિશાન બનાવ્યા છે. જેમાં એક વિમાનને ક્રેશ કરવામાં આવ્યું છે. જ્યારે ભારતના એક પાયલેટને ગિરફ્તાર કરી લેવામાં આવ્યો છે.

પાકિસ્તાની વિમાનને ભારતીય વાયુસીમામા ઉલ્લંગન કર્યું હતું. જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરામાં સેક્ટરમાં વિમાન ઘુસ્યું હતું અને તેણે ભારત પર બોમ્બ ફેક્યા હતા. પરંતુ ભારતે જડબાતોડ જવાબ આપતા વિમાન પાછા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જતા રહ્યા. આ વિમાન F16 હોવાના અહેવાલ મળી રહ્યા હતા. વિમાન આવ્યા બાદ વાયુસેના હવે હાઈ એલર્ટ પર છે. જમ્મુ કાશ્મીરના એરપોર્ટ પર પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે પુલવામા પરના આતંકવાદી હુમલાના 13 મા દિવસે, ભારતની મુખ્ય કાર્યવાહીથી પાકિસ્તાન વિખરાઈ ગયું છે અને ક્રોસ સરહદ પર સતત ફાયરિંગ થઈ રહી છે. બાલાકોટમાં એરસ્ટ્રાઈકના એક દિવસ બાદ બુધવારે સુરક્ષા દળો અને કાશ્મીરના શોપિયામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું. સુરક્ષાદળોએ જૈશ-એ-મોહમ્મદના અત્યાર સુધી બે આતંકવાદીઓને માર્યા છે.

ઉલ્લેખનીય છે કે પુલવામા આતંકવાદીનો બદલો ભારતીય હવાઇ દળોએ મંગળવારે લીધો હતો. અધિકૃત કાશ્મીરમાં આતંકવાદીઓના 13 અડ્ડા પર એર સ્ટ્રાઈક કરી હતી. વિદેશી પ્રધાન સુષ્મા સ્વરાજનું કહેવું છે કે એલઓસીથી 70 કિલોમીટરની અંદર ઘુસીને એર ફોર્સે આતંકવાદી કેમ્પનો નાશ કર્યો હતો.

Read Also

Related posts

ટ્રમ્પની ભત્રીજીનો સનસનાટીભર્યો ખુલાસો: દગાબાજ અને ચીટર છે કાકા, બિઝનેસ સ્કૂલમાં એડમિશન માટે ડમી વિદ્યાર્થી દ્વારા થયા છે પાસ

Pravin Makwana

હવે ચીનને સતાવી રહ્યો છે બેંકોનો ભાગી જવાનો ડર, મોટી રકમના ઉપાડ ઉપર લગાવ્યો પ્રતિબંધ

Mansi Patel

ટીવી સ્ટાર્સ સાથે કપડામાં પણ થાય છે ભેદભાવ, આ બે એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!